‘તમને ભારત પસંદ ન હોય તો અહીં કામ કરવાનું માંડી વાળો’
સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી
- Advertisement -
દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કડક વલણ દાખવીને ઓનલાઈન એન્સાયક્લોપીડિયા વિકીપીડિયાને ક્ધટેમ્પ્ટ ઑફ કોર્ટની નોટિસ પાઠવી છે. સાથે કડક ટિપ્પણી કરીને કહ્યું કે, જો કોર્ટના આદેશોનું પાલન ન કર્યું તો સરકારને વિકિપીડિયાને બ્લોક કરવા માટે કહેવામાં આવશે. સમગ્ર મામલો ન્યૂઝ એજન્સી અગઈંએ દાખલ કરેલી એક અરજીનો છે. એજન્સીએ વિકીપીડિયા સામે માનહાનિનો કેસ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, વિકીપીડિયા પર એજન્સીના પેજ પરની અમુક સામગ્રી એડિટ કરીને અગઈંને વર્તમાન સરકારનું ‘પ્રોપગેન્ડા સાધન’ ગણાવવામાં આવ્યું હતું. કેસ કોર્ટમાં પહોંચ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે ગત 9 જુલાઈના રોજ વિકીપીડિયાને સમન્સ પાઠવીને અગઈંના વિકીપીડિયાને પેજ પર કયા ત્રણ વ્યક્તિએ સુધારા કર્યા હતા તેની માહિતી આપવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં અગઈંએ કોર્ટમાં એક અરજી કરીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કોર્ટના આ આદેશનું પાલન કરવામાં આવ્યું નથી.
આ મામલે પછીથી સુનાવણી કરતા જસ્ટિસ નવીન ચાવલાએ વિકીપીડિયાના વલણ પર વાંધો ઉઠાવ્યો હતો અને તેમની વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ કેમ શરૂ કરવામાં ન આવે તે મામલે નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો હતો. કોર્ટે કહ્યું, અમે ક્ધટેમ્પ્ટ લાગુ કરીશું.આ વિકીપીડિયા ભારતમાં એન્ટિટી છે કે નહીં તેનો પ્રશ્ર્ન નથી. અમે અહીં તમારો વ્યવસાય બંધ કરાવી દઈશું. અમે સરકારને કહીશું કે વિકીપીડિયાને બ્લોક કરવામાં આવે. અગાઉ પણ તમે આવી દલીલો આપી હતી. તમને ભારત પસંદ ન હોય તો અહીં કામ કરવાનું રહેવા દો. ઉલ્લેખનીય છે કે વિકીપીડિયા તરફથી કોર્ટમાં હાજર વકીલે દલીલમાં કહ્યું હતું કે, તેમણે કોર્ટના આદેશને લઈને અમુક રજૂઆતો કરવી છે અને સમય એટલા માટે લાગ્યો કારણ કે વિકીપીડિયા ભારતમાં સ્થિત નથી. પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, તેમની આ દલીલો અગાઉ પણ કોર્ટ નકારી ચૂકી છે. સાથે ક્ધટેમ્પ્ટ કાર્યવાહી શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. અહીં નોંધવું જોઈએ કે વિકીપીડિયા અગાઉ પણ પોતાના પેજ થકી ભ્રામક અને પ્રોપગેન્ડા ફેલાય તેવી માહિતી વહેંચવા બદલ વિવાદોમાં ઘેરાઈ ચૂક્યું છે. તેઓ દાવો કરે છે કે આ એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે અને કોઇ પણ એડિટ કરી શકે છે, પણ હવે મામલો કોર્ટમાં પહોંચતાં ફરી સવાલો સર્જાયા છે.