દિલ્હીના માર્ગો પર 6.75 લાખ કુંડાઓમાં ફુલોનો રંગ દેખાશે: ઠેરઠેર રંગબેરંગી ફુવારાઓ
આગામી તા.9-10ના રોજ દિલ્હીમાં મળનારી જી.20 દેશોની શિખર પરિષદમાં અમેરિકા-ફ્રાન્સ, જર્મની, ચીન, બ્રિટન સહિતના 19 દેશો અને યુરોપીયન યુનિયનના દેશોના રાષ્ટ્રવડાઓ તથા તેમના પ્રતિનિધિઓ હાજર રહેવાના હોવાથી તેમના નિવાસ માટે આલીશાન હોટેલો તથા પરિવહન માટે વૈભવી ગાડીઓ સહિતની તૈયારીઓ થઈ રહી છે તથા દિલ્હીને પણ સ્વર્ગના પાટનગર જેમ શણગારવામાં આવી રહ્યું છે.
- Advertisement -
તા.8થી10 સુધી દિલ્હીમાં જી.20 સિવાય કોઈ સમારોહ યોજાશે નહી અને શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સરકારી કચેરીઓમાં જી.20ના રૂટ તથા આસપાસની કચેરીઓ લગભગ બંધ રહેશે તથા દક્ષિણ અને ઉતર દિલ્હીનો ટ્રાફીક પણ અનેક માર્ગો પર બંધ રહેશે.
#WATCH | Delhi's Pragati Maidan area illuminated ahead of G20 Summit. pic.twitter.com/j7TYG4DPtM
— ANI (@ANI) August 27, 2023
- Advertisement -
જી.20ની બેઠકો જયાં મળનાર છે તે ભારત મંડપમ (પ્રગતિ મેદાન)ને રોશનીથી ચકાચોધ કરી દેવામાં આવ્યું છે. ભારતના પરંપરાગત ‘વસુધૈવ-કુટુંબકમ’ ના મંત્રને વન અર્થ વન ફેમીલી વન ફયુચર તરીકે રજુ કરાયું છે. દિલ્હીમાં જી.20ના માર્ગો તથા આસપાસના ક્ષેત્રોને શણગારવામાં 6.75 લાખ ફુલોના વિશાળ કુંડાઓ ગોઠવવામાં આવી રહ્યા છે તથા માર્ગો પર રંગરોગાન થઈ રહ્યા છે.
દિલ્હી ગેટ- રાજદ્વાર તથા આસપાસના ક્ષેત્રોનો કદી શણગારવામાં નથી આવ્યા. દિલ્હી દિલ્હીના ઉપરાજયપાલ વી.કે.સકસેના આ તમામ વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. દરેક કેન્દ્રીય તથા દિલ્હીની એજન્સીઓને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી છે.
#WATCH | The traffic unit of Delhi Police conducted the full dress carcade rehearsal for the upcoming G20 summit in Delhi pic.twitter.com/G8jPK2zM5f
— ANI (@ANI) August 27, 2023
સઘન સુરક્ષા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સહિત વિશ્વના ટોચના દેશોના રાષ્ટ્રવડાઓ તથા તેમની સાથે ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવી રહ્યું છે તેની સુરક્ષા વ્યવસ્થા શ્રેષ્ઠ સ્તરની ગોઠવવામાં આવી છે. આ દેશોના રાષ્ટ્રવડાઓ તેમની ખુદની સુરક્ષા ટીમો સાથે દિલ્હી આવશે. અમેરિકાના પ્રમુખ જો બાઈડન સહિતના રાષ્ટ્રવડાઓની સુરક્ષા તથા ડિપ્લોમેટીક એડવાન્સ ટીમોનું આગમન શરૂ થઈ ગયું છે.
માર્ગો પર ફેસ રકગ્નાઈઝેશન કેમેરા: અનઅધિકૃતને પ્રવેશની મનાઈ: ફરજ પરના તમામને કયુઆર સાથે આઈકાર્ડ
તો વિદેશી સુરક્ષા ટીમો સાથે સંકલન કરવા 500થી વધુ આઈપીએસ કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તો પ્રગતિ મેદાન અને તેની આસપાસના સ્થળો પર 100 ફેઝ- રકગ્નાઈઝેશન કેમેરા ગોઠવાયા છે તથા સમગ્ર એરીયામાં ખાસ કમાન્ડો ટીમો પણ ગોઠવાશે. દિલ્હીની જે જે ફાઈવસ્ટાર સહિતની હોટેલોમાં વિદેશી મહાનુભાવો ઉતરવાના છે.
ત્યાં પણ દરેક હોટેલો પર 100 જેટલા સુરક્ષા ગાર્ડને તૈનાત રહેશે. જે ફેઝ રકગ્નાઈઝેશન કેમેરા ગોઠવાયા છે તે જે લોકોને જી.20 એરીયામાં પ્રવેશની મંજુરી છે તે સિવાય કોઈ પ્રવેશવા પ્રયત્ન કરે તો તુર્તજ એલર્ટ આવી જશે. ફરજ પરના દરેક કર્મચારીઓ કયુઆરકોડ સાથે આઈકાર્ડ જારી કરાયા છે.