યતિ નરસિંહાનંદ સરસ્વતીએ રશિયામાં અભ્યાસ અને મોસકોમાં નોકરી કરી છે
– ભવ્ય રાવલ
એક ચોક્કસ પ્રકારનાં બૌદ્ધિકો આમનાથી હેરાન છે. વામપંથી મીડિયા તેમને હિન્દુઓની સૌથી કર્કશ અવાજ કહે છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશનાં ગાજિયાબાદનાં ડાસનામાં એક કિશોરવયનાં આસિફ નામના છોકરાને માર મારવામાં આવ્યો, આ પછી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ છોકરો મંદિરમાં પાણી પીવા ગયો હતો. જોકે એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને બીજી રીતે રજૂ કરી એક જોરદાર પ્રહાર કર્યો છે. ડાસનામાં કોઈ જાતિ ધર્મનો વિવાદ કે ઝઘડો થાય તો અહીંનાં યતિ નરસિંહાનંદ સરસ્વતી વચ્ચે આવે છે અને તેઓ જે નિર્યણ લે તેને અંતિમ ગણવામાં આવે છે.
- Advertisement -
પ3 વર્ષનાં યતિ નરસિંહાનંદ સરસ્વતી આમ તો ડાસના દેવી મંદિરના મહંત છે પરંતુ આ વિસ્તારનાં હિન્દુઓના તેઓ અઘોષિત સરપંચ છે. આ મંદિરમાં પહોંચો એટલે તમને બંદૂકધારી રક્ષકો જોવા મળશે. આવું એટલા માટે કે મંદિરનાં અગાઉનાં સંતો પર હુમલાઓ થયા છે અને યતિ નરસિંહાનંદ સરસ્વતીને પણ અનેકવાર હત્યાની ઘમકીઓ મળી છે. જ્યારે લખનૌમાં કમલેશ તિવારીની કટ્ટરપંથિઓ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે પીડિત પરિવાર સાથે યતિ નરસિંહાનંદ સરસ્વતી ઉભા રહ્યા હતા. યતિ નરસિંહાનંદ સરસ્વતી રશિયામાં ભણેલા છે. આ ઉપરાંત મોસ્કો અને લંડન જેવા દુનિયાના સૌથી મોટા શહેરોમાં કામ કરવાનો તેમને અનુભવ છે. તેમણે મોસ્કો ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ મશીન બિલ્ડિંગ વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવી છે. આ પછી તેમણે એન્જિનિયર તરીકે અને માર્કેટિંગ ફિલ્ડમાં હેડ તરીકે પણ કામ કર્યુ છે. વિદેશમાં લગભગ એક દાયકો પસાર કરી વર્ષ 1997માં તેઓ ભારત પરત આવ્યા. એવું કહેવાય છે કે તેઓ એક સમયે સમાજવાદી પાર્ટીનાં નેતા હતા. તેમના પર હેટસ્પીચથી લઈને આર્મસએક્ટ સુધીનાં અનેક પોલિસ કેસ પણ નોંધાયા છે. તેમણે આતંકી સંગઠન ઈંજઈંજ વિરુદ્ધ સેના બનાવવાનું એલાન પણ કર્યું હતું. ગાજિયાબાદનાં લોકો કહેતા હોય છે, પોલીસ-પ્રશાસન અનેક વર્ષોથી યતિ નરસિંહાનંદ સરસ્વતી પર નજર રાખે છે કેમ કે સત્તાની નજરમાં એ એક એવા વ્યક્તિ છે જે ગમે ત્યારે સમસ્યા ઉભી કરી શકે તેમ છે. ડાસના મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં આ રીતે હિન્દુ સંત ટકી શકે છે એ એક મોટી વાત છે . તેઓ ત્યાગી સમુદાયમાંથી આવે છે. તેઓ હિન્દુઓના બે સમુદાય વચ્ચે વિવાદ થયો હોય તો તરત તેનું સમાધાન કરાવે છે. તેઓ તેમને સમજાવે છે કે એકજૂથ રહો. આવું નહીં કરો તો વિરોધીઓ મજબૂત થશે અને આપણા વિવાદનો ફાયદો એ લોકો મેળવશે.
ઉત્તરપ્રદેશનાં ડાસનાનાં દેવી મંદિરમાં જાવ તો તમને ચારેબાજુ બંદૂકધારી રક્ષકો જોવા મળશે
દિપક ત્યાગીમાંથી નરસિંહાનંદ સરસ્વતી બનવા સુધીની સફર
યતિ નરસિંહાનંદ સરસ્વતી બન્યા પહેલા તેનું અસલી નામ દિપક ત્યાગી હતું. તેણે મોસ્કોમાંથી માસ્ટર ડિગ્રી મેળવી અને પછી લંડનમાં ઈજનેર અને માર્કેટિંગ ટીમોના વડા તરીકે કામગીરી કરી. લગભગ એક દાયકો વિદેશમાં ગાળ્યા પછી 1997માં તે ભારત પરત ફર્યા. ભારત પાછા આવ્યા પછી તેમણે ગણિતનું અધ્યયન કરવાનું શરૂ કર્યું. 1992 ઓલ યુરોપ ઓલિમ્પિયાડમાં ગણિતનાં વિજેતા જાહેર થયા. તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ રાજકીય રહી છે. તે ’અખિલ ભારતીય સંત પરિષદ’નાં અધ્યક્ષ છે અને ’હિન્દુ સ્વાભિમાન’ નામની સંસ્થા પણ ચલાવે છે. તેમણે હિન્દુ યુવાનોનાં આત્મરક્ષણ પ્રશિક્ષણ માટે ’ધર્મસેના’ની રચના કરી.
- Advertisement -
1997ની વાત છે, જ્યારે દિપક ત્યાગી વિદેશથી ભારત પરત આવ્યા હતા. તેમના દાદા આઝાદી પહેલા બુલંદશહેર જિલ્લામાં કોંગ્રેસનાં અધિકારી હતા અને તેમના પિતા કેન્દ્ર સરકાર કર્મચારી સંઘનાં રાષ્ટ્રીય કક્ષાનાં નેતા હતા. તેમણે પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત સમાજવાદી પાર્ટીનાં યુથ બ્રિગેડનાં જિલ્લા પ્રમુખ બનીને કરી હતી. તેમને સપાનાં નેતાની સફર સુધી હિન્દુત્વ સાથે કોઈ લેવાદેવા નહોતા. વિદેશમાં અભ્યાસ કરતા લોકો માટે ધર્મ અંધશ્રદ્ધા સિવાય કશું જ નહોતું. સપા નેતા તરીકે મેરઠનાં ઘણા મુસ્લિમ યુવાનો તેના મિત્રો બની ગયા હતા. તે જ સમયે ભાજપનાં નેતા શ્રી બૈકુંઠ લાલએ સંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તે બૈકુંઠ લાલ શર્માને મળ્યા, જેણે તેને મુસ્લિમોનાં અત્યાચારની વાર્તાઓ સંભળાવી.
દિપક ત્યાગી પર બૈકુંઠ લાલનાં શબ્દો અસર કરી ગયા હતા, દિપક ત્યાગી સામેં લવજેહાદનાં અઢળક કિસ્સાઓ આવ્યા. લવજેહાદ જેવો શબ્દ દિપક ત્યાગી સમક્ષ સૌ પ્રથમવાર આવ્યો અને તેમણે ઈસ્લામનાં પુસ્તકો અને ઈતિહાસનો અભ્યાસ કર્યો. અને બસ એ પછી હિન્દુ ધર્મની બહેન-દીકરીઓની રક્ષા કાજે ધીમેધીમે નાસ્તિક દિપક ત્યાગી હિન્દુ ધર્મનાં પ્રખર જાણકાર નરસિંહાનંદ બની ગયા.