ચોમાસા પહેલા ડેમમાંથી કાંપ કાઢવા બાબતે કમિશનરને પત્ર
શહેરના 21 જેટલા ભરાયેલા વૉંકળાના કાપ કાઢવા માંગ
- Advertisement -
તળાવો ઊંડા ઉતારવાથી જળસંગ્રહ શક્તિ વધશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢની પાણી પૂરું પાડતા ત્રણેય ડેમો હસનાપુર ડેમ, વિલિંગડન ડેમ, સુદર્શન તળાવ તેમજ આણંદપુર ડેમમાં હાલ પાણીનું પ્રમાણ ઓછું છે. તેથી જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી મેળવી તાત્કાલિક હસનાપુર ડેમ, વિલિંગડન ડેમમાંથી કાંપ કાઢી તાત્કાલિક ચોમાસા પહેલા પાણીનો સંગ્રહ વધે તે માટે કરવું જોઈએ ભૂતકાળમાં વિલિંગડન ડેમ ખોદવા માટે મંજૂરી મેળવેલ છે તે મંજૂરી તાત્કાલિક રિફર કરી અથવા મંજૂરીની જરૂર ન હોય તો તાત્કાલિક કામો ચાલુ કરાવવા જોઈએ તેમ સામાજીક અગ્રણી અશ્વિન મણીયારે કમિશનરને પત્ર લખી માંગ કરી છે. ચૂંટાયેલા કોર્પોરેટરો માંથી બે પાંચ કોર્પોરેટરને બાદ કરતાં બાકીના કોર્પોરેટરો કરોનાને કારણે સ્તબ્ધ બનેલા છે અને કોર્પોરેશનની અતિ ગંભીર અને જરૂરિયાતવાળી બાબત પ્રત્યે ધ્યાન આપી શકતા ન હોયના છૂટકે અમારે જૂનાગઢના હિતમાં આપશ્રીનું ધ્યાન દોરવા ની ફરજ પડેલ છે. હું વર્તમાન કોર્પોરેશનની પરિસ્થિતિ સમજુ છું તેથી આપના તાબા ના કર્મચારી કે અધિકારી આપનું કેટલું કહ્યું કરશે તેની ખબર નથી પણ જુનાગઢના સામાન્ય નાગરિક તરીકે આપ સાહેબનું ધ્યાન દોરું છું.
- Advertisement -
નરસિંહ સરોવરને પણ ઊંડું ઉતારી શકાય તેમ છે અને આજુબાજુના ચાર પાંચ કિલોમીટરના એરિયાનો કેચમેન્ટ આવેલ છે ભૂતકાળમાં પહેલો ખાડો ભરાય ત્યારે નાંદરખીની સીમમાં ભર ઉનાળે પાણી નીકળ્યું હતું ઘાંચી પટ, તળાવ દરવાજા વગેરે એરિયામાં પાણીના તળ ઊંચા આવે તેમ છે આ બાબતે યુદ્ધના ધોરણે કામ કરી જરૂર પડે સરકારી ગ્રાન્ટ મેળવી આ કામગીરી વેગવંતી બનાવવા અમારી નમ્ર વિનંતી છે. પાણીના સ્તર ખૂબ નીચા ગયા હોય જૂનાગઢના અન્ય તળાવ સાબલપુર તળાવ, નીચલા દાતારનું તળાવ, પરી તળાવ, ઝાંઝરડાનું તળાવ જ્યાં જ્યાં કાંપ કાઢવાની જરૂર હોય ત્યાંથી કાંપ કઢાવી ચોમાસા પહેલા આગોતરુ આયોજન થવું જરૂરી છે તે ઉપરાંત જૂનાગઢના 21 જેટલા વોંકળાઓમાં ભરાયેલ કાંપ અને કદડો પણ તાત્કાલિક સફાઈ કરવાની જરૂર છે જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરી શકે આ બાબતે પણ આપણા કર્મચારીઓ સાથે મિટિંગ કરી આ બાબતે યોગ્ય કરવા અશ્વિનભાઈ મણિયાર લેખિત પત્ર લખીને કમિશનરને વિનંતી કરી છે.