ગૃહ રાજ્ય મંત્રીએ 48 ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ-રેસ્કયુ વ્હીકલ 42 હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન કરાવ્યું
ગુજરાત પોલીસને મળી નવી સ્માર્ટ વાન
ખાસ-ખબર સંવાદદાતા
ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર 48 વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા 42 હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યા છે. આ વાહનોને આજે ગાંધીનગર ખાતેથી રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે વાહનોનું પ્રસ્થાન કરાવતા રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા સારુ અતિ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પોલીસના ઉપયોગ સારું ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે. આવી 48 વાનનું આજે વિવિધ જિલ્લાને સુપ્રત કરવામાં આવી છે.
- Advertisement -
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં પોલીસ વિભાગને વધુ સજ્જ બનાવવા માટે વિવિધ સુવિધા સાથેના 1100 જેટલા વિવિધ પ્રકારના જેવા કે ગાડી, ટુવ્હીલર અને અન્ય વાહનોની જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવશે.