શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ વડતાલ ધામ સંચાલિત વડતાલ દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે રાજકોટની પાવન ધરામાં બિરાજમાન દુ:ખ ભંજન , મારુતિ નંદન શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજના શનિવારના પવિત્ર દિવસે કળશ સાથે રંગબેરંગી પુષ્પોનો અલૌકિક અને દિવ્ય શણગાર કરાયો છે, આ દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે
સાથે આજે મંદિરના મહંત પૂ.વિવેકસાગર દાસજી સ્વામી, કોઠારી પૂ.મુનિવત્સલ દાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં સંગીતમય મારુતિ યજ્ઞ પણ યોજાયો હતો જેમાં પણ બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને યજ્ઞનો લાભ લીધો હતો, આજના શનિવારના પવિત્ર દિવસે હજારો ભકતો મહાપ્રતાપી બાલાજી દાદાના દર્શને પધારશે અને ધન્યતાની અનુભૂતિ કરશે, આપ પણ પરિવાર સાથે બાલાજી દાદાના દર્શને પધારી દર્શનનો દિવ્ય લાભ લો તેમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.