તામિલનાડુ – આંધ્રમાં વધુ બાળકો પેદા કરવાના આહ્વાન વચ્ચે ગુજરાતનો રિપોર્ટ
રાજયમાં આવતા 12 વર્ષમાં વૃદ્ધોની વસ્તી 10.2 ટકાથી વધીને 15.4 ટકાએ પહોંચવાનો અંદાજ
- Advertisement -
હમ દો હમારે દોની માનસીકતા બદલીને વધુ બાળકો પેદા કરવા તામીલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી સુર ઉઠવાનું શરૂ થયુ છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા એક દાયકામાં જન્મદરમાં સાત ટકાનો મોટો ઘટાડો હોવાનું અને આવતા 12 વર્ષોમાં વૃદ્ધોની સંખ્યા વધી જવાનું જાહેર થયુ છે.
જન્મદર ઘટાડો તથા વૃદ્ધોની સંખ્યામાં વધારો રાષ્ટ્રવ્યાપી છે પરંતુ તામીલનાડુ તથા આંધ્રપ્રદેશ જેવા રાજયોની સરકારોએ વિકાસદર જેવા કારણોને આગળ ધરીને વધુ સંતાનો પેદા કરવાનું આહવાન કરતાં આ મુદો ચર્ચામાં આવ્યો છે. ગુજરાતની વસ્તીનાં આંકડા પરથી એવો સંકેત ઉઠે છે કે રાજયમાં 2021 માં 60 વર્ષથી વધુની વય ધરાવતા વૃદ્ધોની સંખ્યા 10.4 ટકા હતી તે 2036 માં 15.4 ટકા થઈ શકે છે.જયારે સમગ્ર દેશમાં આ દર 10.1 ટકાથી વધીને 15 ટકા થશે. આમ ગુજરાતમાં વૃધ્ધોની વસતી દેશની સરેરાશ કરતા વધુ થઈ શકે છે.
યુનાઈટેડ નેશન્સ-પોપ્યુલેશન ફંડના 2023 ના રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ભારતમાં 100 બાળકો હવે વયસ્કોની સરેરાશ 39.3 છે. જયારે ગુજરાત-મહારાષ્ટ્ર જેવા પશ્ચિમી રાજયોમાં આ પ્રતિ 100 એ 49 છે. રાજય સરકારનાં વસતી રેકર્ડ પરથી એવુ સુચવાય છે કે 2003 માં ગુજરાતમાં 10.97 લાખ બાળકોનો જન્મ થયો હતો. 2013 માં તે 15 ટકા વધીને 12.66 લાખ હતો પરંતુ ત્યારપછીનાં કાયદામાં ઘટાડો થયો છે.2023 માં 11.76 લાખ બાળકોનો જન્મ થયો હતો જે દાયકામાં સાત ટકાનો ઘટાડો સુચવે છે.
- Advertisement -
અમદાવાદ જેવા મહાનગરોમાં જન્મદર ઘટાડો 22 ટકા જેવો મોટો હતો. સૌથી વધુ 33 ટકાનો ઘટાડો વડોદરા જીલ્લામાં હતો જયારે રાજકોટ જીલ્લામાં છેલ્લા દાયકામાં જન્મ દરમાં 26 ટકાનો ઘટાડો છે. અમદાવાદ જીલ્લામાં 2013માં 1.43 લાખ બાળકોનો જન્મ થયો હતો તે સંખ્યા 1.26 લાખ થઈ હતી. રાજકોટ જીલ્લામાં 2013માં 0.85 લાખ બાળકોનો જન્મ થયો હતો તે સંખ્યા 2023માં 0.63 લાખ હતી. વડોદરામાં 0.73 લાખ સામે 0.40 લાખ હતી. જોકે આ ગાળામાં સુરતમાં બાળ જન્મદરમાં 1 ટકાનો વધારો હતો.
રાજય સરકારનાં સુત્રોએ કહ્યું કે અન્ય રાજયોની જેમ ગુજરાતમાં વસ્તી વિશે ચકાસણી કરવાની કોઈ યોજના નથી. અર્થશાસ્ત્રીએ એવો દાવો કર્યો હતો કે ગુજરાતનું અર્થતંત્ર મજબુત છે અને મહારાષ્ટ્ર જેવા ઔદ્યોગીક રાષ્ટ્રની સમકક્ષ છે.વસતીમાં વધારા-ઘટાડા માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. થોડા વર્ષો પૂર્વે ભવિષ્યની નાણાકીય સલામતીને કેન્દ્રમાં રાખીને લોકો વધુ સંતાનો પેદા કરતા હોય છે. વૈભવી જીવન ધોરણ તથા નાના પરિવારની માનસીકતાથી ઓછા બાળકોનો ટ્રેન્ડ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ સ્થિતિ છે. ગુજરાતમાં હીજરતીઓની સંખ્યા પણ વધી રહી છે. દક્ષિણના રાજયોની જેમ ગુજરાતે વસતી વધારા માટે આહવાન કરવાની કોઈ જરૂર નથી.