ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાના કેસમાં દિન- પ્રતિદિન ઘટાડો નોંધાઇ રહ્યો હોવાથી રાજય સરકાર દ્વારા દિવાળી પહેલા ધોરણ 1થી 5નું કલાસરૂમ શિક્ષણ શરૂ કરવા વિચારણા કરી રહી છે. જોકે, આ મુદ્દે બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ ચર્ચામાં આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવશે તો જ ધોરણ 1થી 5માં કલાસ રૂમ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. દરમિયાનમાં ગતિશીલ સરકાર પ્રસ્થાપિત કરવા માટે 100 દિવસના 100 નિર્ણયો બાબતે પણ ઠોસ નિર્ણય લેવાઇ શકે છે તેમ સુત્રોએ જણાવ્યું છે.
કોરોનાના કેસ ઘટતાં રાજયમાં અત્યારે કોલેજો અને સ્કૂલોમાં ધોરણ 6થી12 સુધી કલાસરૂમ ટીચીંગ અપાઇ રહ્યું છે. જો કે, હાજરીનો આગ્રહ રાખવામાં આવતો નથી, ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ જ છે , ત્યારે રાજય સરકાર દ્વારા હવે ધોરણ 1થી5માં કલાસરૂમ શિક્ષણ એટલે કે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા ચાલી રહી છે.