-કામકાજ સલાહકાર સમિતિની બેઠકનો પણ બહિષ્કાર કરતા વિપક્ષો
કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સામે મુકેલી અવિશ્વાસ દરખાસ્ત પરની ચર્ચા 8 મી ઓગસ્ટથી શરૂ થશે અને 10મીએ મોદી જવાબ આપે તેવી સંભાવના છે. લોકસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ શિડયુલ નકકી કરવામાં આવ્યું હતું. જોકે વિપક્ષોએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો
- Advertisement -
અને અવિશ્વાસ પ્રસ્તાવ તાત્કાલીક કાર્યવાહીમાં લેવા માંગ કરી હતી. સરકાર ઈરાદાપુર્વક વૈધાનિક એજન્ડા પાછળ ધકેલતી હોવાના આક્ષેપ સાથે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. કામકાજ સલાહકાર સમિતિએ અવિશ્વાસ પ્રસ્તાવ માટે 8 થી 10 ઓગસ્ટનાં ત્રણ દિવસ ફાળવ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા દિવસે-10મીએ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપે તેવી સંભાવના છે.
સંસદમાં દિલ્હી સેવા બીલ પેશ: લોકસભા-રાજયસભામાં હંગામો
મણીપુર હિંસા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ સાથે વિરોધ પક્ષો દ્વારા આજે પણ હંગામો ચાલુ રાખવામાં આવ્યો હતો.
- Advertisement -
પરીણામે લોકસભા અને રાજયસભા એમ બન્ને સદનની કાર્યવાહી આજે પણ સ્થગીત થઈ હતી. વિપક્ષી સભ્યોએ ‘વડાપ્રધાન ગૃહમાં આવે’ તેવી નારેબાજી કરી હતી. બીજી તરફ સરકાર દ્વારા આજે દિલ્હી સેવા વિધેયક રજુ કરવામાં આવ્યુ હતું. જેનો કોંગ્રેસ જેવા પક્ષોએ વિરોધ કર્યો હતો. આ બીલ પરની ચર્ચા આવતીકાલ પર નિર્ધારવામાં આવી છે.