પ્રવીણકુમાર શ્રેષ્ઠ રમતવીર પણ હતા, અનેક ચંદ્રકો જીત્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
દુરદર્શન પરની બી.આર. ચોપરાની મેગા હિટ ટીવી સિરિયલ ‘મહાભારત’માં ભીમનું પાત્ર ભજવીને પોતાની આગવી છાપ છોડી જનાર અભિનેતા અને રમતવીર પ્રવીણકુમાર બીમારીનો સામનો કરતા 74 વર્ષની વયે નિધન થયું છે, જીવનના અંતિમ સમયમાં તે બીમારીની સાથે સાથે આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા હતા.
પોતાના કદ કાઠીના કારણે પ્રવીણકુમાર ઘણા જાણીતા હતા. એક અભિનેતા સિવાય તે એક એથ્લીટ પણ હતા. હેમર અને ડિસ્ક થ્રોમાં તેમણે અનેક ચંદ્રકો જીત્યા હતા. બીએસએફમાં ડેપ્યુટી કમાન્ડર રહી ચૂકેલા પ્રવીણ એશિયાઈ અને રાષ્ટ્ર મંડલ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કયુર્ં છે. હોંગકોંગમાં આયોજિત રમતોમાં તેમણે ભારત માટે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેમણે 1960 અને 1970ના દાયકા દરમિયાન એથ્લેટિકસમાં જબરજસ્ત લોકપ્રિયતા પણ મેળવી હતી.
એશિયન અને ઓલિમ્પિકસમાં પોતાના દેખાવના કારણે બીઆર ચોપરાએ ભીમના પાત્ર માટે તેમને મળવાની ઈચ્છા દર્શાવી. અભિનયમાં અગાઉ કયારેય કિસ્મત ના અજમાવનાર પ્રવીણ પાત્રને જાણવા માટે બીઆર ચોપડાને મળવા પહોંચ્યો તો તેને કદ કાઠી જોઈને જ બીઆર ચોપરા બોલી ઉઠેલા ભીમ મળી ગયો અને ‘મહાભારત’થી પ્રવીણના અભિનયની કારકિર્દી શરૂ થઈ હતી.
- Advertisement -
50થી વધુ ફિલ્મોમાં કામ કરનાર પ્રવીણની છેલ્લી ફિલ્મ 2013માં રજૂ થઈ હતી. આ ફિલ્મનું નામ મહાભારત ઔર બર્બરા હતું બાદમાં પ્રવીણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી હતી. જો કે તેમાં હારી ગયો હતો. બાદમાં તેણે ભાજપ જોઈન કરેલું. છેલ્લા દિવસોમાં આર્થિક તંગીના કારણે તેણે સરકાર પાસે પેન્શનની માગણી કરી હતી.