- રેડમી 6એ કંપનીનો મોબાઈલ ઓવરહીટ થતાં બ્લાસ્ટ થયો
ઘણા લોકોને તકિયા નીચે મોબાઈલ રાખીને સુવાની આદત હોય છે તેનું પરિણામ કયારેક ખુબજ ગંભીર આવી શકે છે. એક મહિલા જયારે પોતાના તકિયા નીચે રેડમી 6એ મોબાઈલ રાખીને સુતી હતી અને અચાનક જ બ્લાસ્ટ થતાં મહિલાનું મૃત્યુ થયું હતું. આ એક દુ:ખદ અકસ્માત છે.
મોબાઈલમાંથી નીકળતા રેડિએશન લોકોના સ્વસ્થ્ય પર કેટલીક નકારાત્મક અસરો કરે છે તકિયા નીચે ફોન રાખીને સુવાથી મગજમાં સરકયુલેશન લેવલ ઓછું થાય છે.
- Advertisement -
ઘણા લોકોની આદત હોય છે કે તેઓ રાત્રે જ ફોન ચાર્જ કરતા હોય છે આથી સવારે તેને ફુલ બેટરી મળી શકે. આવું કરવું તે પણ ગંભીર સાબિત થઈ શકે છે કારણ કે, લોકો ફોનને ચાર્જ કરવા માટે પણ તકિયા નીચે રાખતા હોય છે. જે જોખમકારક છે. તકિયા નીચે રાખેલો ફોન ઓવરહિટ તો થશે જ સાથે સાથે તેમાં એકસટર્નલ ફોર્સ પણ લાગશે જેના કારણે ફોનમાં વિસ્ફોટ થવાની શકયતા છે. ચાર્જિગ દરમિયાન ચાર્જર અને ફોન ગરમ થઈ જતાં હોય છે જેના પરિણામે આગ લાગી શકે છે. અથવા તો અચાનક વિસ્ફોટ થઈ શકે છે. જો ઓરિજનલ ચાર્જર કરતા અલગ ચાર્જરનો ઉપયોગ કરવામાં આવે તો પણ આ બાબત ગંભીર સાબિત થઈ શકે છે