હિન્દુત્વ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજા સરસંઘચાલક તરીકે સેવા આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વમાં હિન્દુઓનો જય જય કાર કરવામાં સ્વામી વિવેકાનંદ પ્રથમ હતા. ભારતમાં ક્રાંતીકારી ચીનગારી શરૂ કરવામાં ગાધીજી પ્રથમ હતા તેમજ અસંગઠિત હિન્દુ સમાજ સંગઠીત કરવામાં પ્રથમ ડો. હેડગેવાર હતા, જે સંગઠન-કુશળતા-શિસ્તને આજે પણ વિશ્વમાં લોકો પ્રણામ કરે છે. સ્વામી વિવેકાનંદનો વિચાર હતો દેશ માટે 10 થી 15 યુવાનો આવો તો દેશની શકલ બદલાવી નાખુ. જે વિચાર ડો. હેડગેવારજીએ ઉપાડી લીધો અને આ અસંગઠીત હિંદુસમાજને સંગઠિત કરવામાં “તુ મૈ એક હી રકતની ભાવના” ના વિચાર આપ્યો. આ સંગઠનમાં અનેક યુવાનો જોડાયા.
માધવરાવ સદાશિવરાવ ગોલવલકરે 1934માં આર.એસ.એસ.ની પ્રથમ જવાબદારી સ્વીકારી. ત્યારબાદ રામકૃષ્ણ મઠનાં અઘ્યક્ષ અખંડાનંદનાં સાનિધ્યમાં દિક્ષા ગ્રહણ કરી સમાજનાં કામમાં પોતાનો પૂર્ણ સમય આપતાં સ્વામી અખંડાનંદજીનું મહાનિર્વાણ થતાં ત્યારે ડો.સાહેબનાં સંપર્કમાં આવ્યા. આમ ગુરૂજી એટલે કે માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ડોક્ટર હેડગેવારજીને મળી સંપૂર્ણપણે સંઘમય થયી સમાજસેવા અને રાષ્ટ્રસેવાનાં કામે લાગી ગયા. 1940થી ડો.હેડગેવારજીની જગ્યાએ સરસસંઘચાલકની જવાબદારી સંભાળી. આમ 1940 થી 1973 સુધી નિરંતર જવાબદારી નીભાવી. 34 વર્ષના આ પ્રદીર્ઘ કાલખંડમાં પ્રતિવર્ષ સંપૂર્ણ દેશમાં બે વાર પ્રવાસ 68 વાર પૂરા ભારતમાં પ્રવાસ કર્યો. સરદાર પટેલ/મહાત્માં ગાંધી મહારાજા હરિશસિંહ, નહેરુજી વગેરેની મુલાકાતો દ્વારા પોતાનો અને સંઘનો પરિચય કરાવ્યો. ત્યારબાદ ભારતના વિભાજન વખતે, કાશ્મીર ભારતમાં સમાવેશ થયુ, પાકિસ્તાનનું ભારત પ2 આકમણ, ભારતનાં લાખો હિન્દુ જે અમાનુષી અત્યાચાર થયા લાખો કપાઈ ગયા. તેમની માલ મિલક્ત છોડી પહેર્યા કપડે ભારત આવ્યા ત્યારે સંઘના સ્વયંસેવકોએ અભૂતપૂર્વ કાર્ય ગુરૂજીનાં માર્ગદર્શ સાથે કર્યું જેની ઈતિહાસે નોંધ લીધી છે. આમ આત્મરક્ષા માટેનાં બલિદાનોનો અભૂતપૂર્વ ઈતિહાસ રચાયો.
- Advertisement -
ગુરુજીએ સંગઠનમાં દરેક દૃષ્ટિવાળા લોકો સંગઠનમાં જોડાય અને દેશના કામમાં જોડાય તે માટે સંઘનું એક અભુતપૂર્વ દ્રષ્ટિ દ્વારા જનસંઘ, ભારતનું મજદૂર સંઘ, ભારતિય વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતિય કિશાન સંઘ, અખિલ ભારતિય ગ્રાહક પંચાયત વગેરે પરિવાર ક્ષેત્રની સ્થાપનાં કરી. પૂરા હિન્દુસ્તાનમાં ડંકો વગાડવો અને હિન્દુઓ એક થઈ શકે છે તે પ્રસ્થાપીત થઈ શકે છે. સંઘના સ્વયંસેવકોને સંસ્કાર ઘડવા માટે ” શાખામાં જવું” એવો આદર્શ આપ્યો હતો.
સંઘનાં સ્વયંસેવકો “અસ્પૃશ્યતા એ સવર્ણોનાં મનનો રોગ છે, સ્વદેશી, માતૃભાષા, અખંડભારત, હિન્દુ રાષ્ટ્ર, આદર્શ ભારતીય આવા વિષયો પર સંઘનાં લાખો સ્વયંસેવકો ને સુંદર માર્ગદર્શન આપી સતત 33 વર્ષ સુધી સંઘનાં સરસંઘચાલક પદે રહીને સંઘરૂપી ક્ષેત્રને વિરાટ વટવૃક્ષમાં પરિવર્તિત કરી “રાષ્ટ્રાય સ્વાહા ઈદમ ન મમ” “મે નહી તું”ના મંત્ર ને જીવત મંત્ર બનાવી લાખો નાં હદયમાં નવચેતના જગાવી, આમ, હેડગેવાર અને ગુરૂજી એક જ જીવનના બે અંગે રહ્યા. હેડગેવાર અનુભુતિ હતા તો ગુરૂજી તેમની જીવતી વ્યાખ્યા બની રહ્યા, જો હેડગેવાર હિન્દુધર્મી ગંગા હતા તો ગુરૂજી આ ગંગાના ભગીરથ હતા. આમ, બંનેનું મિલન રહસ્યવાદ અને બુધ્ધિવાદનું મિશ્રણ હતું. ગુરૂજી એ 5 જૂન 1973ના રોજ વસમી વિદાય લીધી.