-હાલ 25 લાખ પાનકાર્ડ ધારકોએ નોમિની નથી જોડયા
નોમિની જોડવા સ્વૈચ્છીક, જો કે નોમિની નહીં જોડવાથી ઉતરાધિકારીને સંપતિના હસ્તાંતરણમાં ઉભી થતી મુશ્કેલીઓ. મૂડીબજાર નિયામક સેબીએ મંગળવારે હાલના મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતા ધારકો માટે નોમિની વ્યક્તિઓને જોડવાની સમયસીમા 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. પહેલા આ સમયસીમા 30 ડિસેમ્બર હતી, તેને ત્રણ મહિના વધારી દેવાઈ છે.
- Advertisement -
નોમિની જોડવું સ્વૈચ્છીક રહેશે
રોકાણકાર એક ઘોષણાપત્રથી કોઈને નોમિનેટ નહીં કરવાનો પણ વિકલ્પ પસંદ કરી શકે છે. કારોબારી સુગમતાની દ્દષ્ટિએ નોમીનેશનનો વિકલ્પ સ્વૈચ્છીક બનાવી દેવાયો છે. સિવાય બજાર નિયામકે ભૌતિક શેરધારકોને પાન નામાંકન, સંપર્ક વિવરણ, બેન્ક ખાતા વિવરણ અને તેને સંબંધીત ફોલિયોના નંબરો માટે નમુના હસ્તાક્ષર જમા કરવાને 31 ડિસેમ્બર સુધીનો સમય અપાયો છે. ઉલ્લેખનીય છે કે નોમિની જોડવા માટે અગાઉ પણ અનેક વખત સમયસીમા વધારવામાં આવી હતી.
નોમિની જોડવું શા માટે જરૂરી
બજાર વિશેષજ્ઞોનું કહેવું છે કે, અનેક ખાતાઓ કોઈ નોમિની વિના ખોલવામાં આવ્યા છે. આ પરીસ્થિતિમાં સંપતિનું હસ્તાંતરણમાં તકલીફો પડતી હોય છે. હાલના નિયમ મુજબ કોઈપણ ડીમેટ ખાતામાં વધુમાં વધુ ત્રણ નોમિની જોડી શકાય છે.જો કોઈ એકથી વધુ નોમિની જોડવા માંગે છે તો દરેકે હિસ્સો નકકી કરવો પડશે. રેકોર્ડ મુજબ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં લગભગ 25 લાખ પાનકાર્ડ ધારકોએ હજુ સુધી નોમિની નથી જોડયા.