ખાસ-ખબર સંવાદદાતા
ઉના ટાવર ચોક પાસે બિનવારસુ વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સ્થાનિક દુકાન દારોએ પોલીસને તેમજ સેવાભાવિ યુવાનોને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. મૃતદેહને વાહનમાં લઈ સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.સેવાભાવી યુવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં દેલવાડા રોડ પર આવેલા શ્રીજી કોમ્પલેક્ષમાં દુકાનના ઓટલા ઉપર એક બિનવારસુ વૃદ્ધનો મૃત હાલતમાં મૃતદેહ પડેલો હતો. ત્યારે આજુબાજુ વિસ્તારના તેમજ વાહન ચાલકોને આ મૃતદેહ વહેલી સવારે નજરે પડ્યો હતો. તેની જાણ પોલીસને તેમજ હિન્દુ યુવા સંગઠન ભારત ગૌરક્ષક દળના સેવાભાવી યુવાનોને કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને સાથે રાખી આ મૃતદેહને વાહનમાં લઈ ઉના સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.પીએમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે આ મુત્યુ પામેલો વૃદ્ધ ભીક્ષુક શહેરમાં અલગ અલગ જગ્યાએ પોતાની રીતે રખડતો ભટકતો હોવાનુ જાણવા મળ્યું હતું. મોડી રાત્રીના સમયે દુકાનના ઓટલા ઉપર સુતો હોય એ દરમિયાન ઠંડીના કારણે મોત થયાની લોકોમા ચર્ચા ઉઠવા પામી હતી. જોકે મોતનું સાચું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસે મૃતક ભીક્ષુક કોણ છે અને ક્યાંના છે તેની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી.