બેટ દ્વારકામાં ચાલી રહેલા સતત 5 દિવસથી ચાલી રહેલા મેગા ઓપરેશનમાં અત્યાર સુધીમાં એક લાખ ફૂટથી વધુ જમીન ઉપર ગેરકાયદેસર જમીનો પરના દબાણો તોડી પડાયા.
બેટ દ્વારકામાં સતત ચાલી રહેલા મેગા ડિમોલિશનનો આજે પાંચમો દિવસ છે. ત્યારે અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ કિંમતની જમીન પરનું દબાણ દૂર કરાયું છે. અહીં 30 જેટલાં ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી ચૂક્યું છે. મેગા ડિમોલિશનમાં ગોડાઉન અને ગેરકાયદેસર મકાનો તોડી પડાયા. ઑપરેશન ક્લિન અપ દ્વારા બેટ દ્વારકામાં તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ. બેટ દ્વારકામાં એક લાખ ફૂટથી વધુ જમીન ઉપર ગેરકાયદેસર જમીનો પરના દબાણો તોડી પડાયા.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રેન્જ આઈ.જી.ના સીધા માર્ગદર્શન હેઠળ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૂબરૂ ઉપસ્થિતિમાં ગઇકાલે સતત ચોથા દિવસે દબાણ હટાવ ઝુંબેશ કામગીરી કરવામાં આવી હતી. જેમાં અનઅધિકૃત પાકા બાંધકામ પર સરકારી બુલડોઝર ફેરવામાં આવ્યું હતું.
ગઇકાલે 1.80 લાખ ફૂટ જેટલી જમીન પરથી દબાણો દૂર કરાયા
ગઇકાલે 1.80 લાખ ફૂટ જેટલી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 20 જેટલાં ધાર્મિક સ્થળો સહિત 45 જેટલાં સ્થળો પરથી દબાણ દૂર કરાયું હતું. બે દિવસ અગાઉ ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બેટ દ્વારકામાં ડ્રગ્સ ડિલર રમઝાન ગલાનીનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું.
- Advertisement -
ગેરકાયદેસર દબાણને લઇને ધનરાજ નથવાણીએ કર્યું હતું ટ્વિટ
દ્વારકામાં ગેરકાયદેસર દબાણને લઇને ગઇકાલે ધનરાજ નથવાણીએ પણ ટ્વિટ કર્યું હતું. બેટ દ્વારકા બાદ દ્વારકામાં પણ દબાણો દૂર કરવા ટ્વિટ કર્યું હતું. અગાઉ પણ દબાણોને લઇ તેઓ ટ્વિટ કરી ચૂક્યા છે.
નોંધનીય છે કે, દ્વારકામાં મોટું ઓપરેશન હાથ ધરી બેટ દ્વારકા સહિતના અન્ય નિર્જન ટાપુ પર દબાણ હટાવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસ અગાઉ તંત્ર દ્વારા કોમર્શિયલ વિસ્તારમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉપરાંત 10 જેટલા શકમંદોને પણ પોલીસે ઉઠાવી લઇ પૂછપરછ માટે ડીટેઈન કર્યા હતા. બેટ દ્વારકામાં ધર્મના નામે અમુક કથિત ગેરકાયદે પ્રવૃત્તિ મેગા ઓપરેશનથી ડામી દેવાશે અને આવા ગેરકાયદે બાંધકામો દૂર કરાશે.