આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો, દિવસભર વિવિધ મુદ્દાઓ પર સહભાગી દેશોના સેમિનાર પણ યોજાશે
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો બીજો દિવસ છે. વિગતો મુજબ આજે બીજા દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો જોવા મળશે. આજે કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સેમિનારમાં હાજરી આપશે. આ સાથે દિવસભર વિવિધ મુદ્દાઓ પર સેમિનાર થશે. મહત્વનું છે કે, ગઈકાલે વાઇબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે એટલે કે આજે કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, નિર્મલા સીતારમણ ,નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન સહીત વિવિધ મંત્રીઓ હાજરી આપશે. જેમાં આજે દિવસભર વિવિધ મુદ્દાઓ પર સહભાગી દેશોના સેમિનાર પણ યોજાશે. નોંધનિય છે કે, ગઈકાલે વાઈબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે જ દેશના ટોચના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં મોટા મુડી રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
જાણો આજે શું છે કાર્યક્રમ ?
– સ્ટાર્ટ અપ્સ: અસિમિત ક્ષમતાઓને પ્રોત્સાહન
– ઈ-કોમર્સ: વ્યવસાય હવે આંગળીના ટેરવેપોર્ટ આધારિત શહેરી વિકાસ
– ભવિષ્ય માટે કાર્યબળનું નિર્માણ: ઈન્ડસ્ટ્રી 4.0 માટે કૌશલ્ય
– TECHADE: ટેકનોલોજી દશક તરફ ભારતનું પ્રયાણ
– GIFT સિટી: આધુનિક ભારતની મહત્વકાંક્ષા
– પુન:પ્રાપ્ય ઉર્જા: ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ
– ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ: 2047 તરફ આગેકૂચ
– ઈન્ટરનેશનલ સ્પેશ કોન્ફરન્સ
– કૌશલ્ય વિકાસ માટે ગ્લોબલ નેટવર્કસનો વિકાસ
– સેમિકન્ડક્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ