હુસામુદ્દીન કપાસી જસદણ સામાન્ય રીતે ગુજરાતી પરિવારોમાં નાનાથી મોટા લોકોમાં પરિવારમાં કોઈનો જન્મદિન હોય તો ગજા પ્રમાણે જન્મદિનની ઉજવણી કરાતી જ હોય છે શ્રીમંત પરિવારની જન્મદિનની પાર્ટી ઝાકઝમોળ બની રહી છે, એમા હજારો લાખો રૂપિયા વાપરી જલસા પણ થાય છે ત્યારે ભાવનગરના બહારની વ્હોરાવાડ વિસ્તારમાં રહેતાં આર્થિક રીતે સામાન્ય પણ દુઃખની અંદર કોઈને કંઈક કામ આવવું એવી મોટી મિરાત ધરાવતાં ટીનવાળા પરિવારએ પોતાનાં મોભીનો જન્મદિનની અનોખી ઊજવણી કરી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર તાજેતરમાં ભાવનગરમાં વસવાટ કરી હોસ્પિટલના કામોમાં દર્દીઓને છેલ્લા ૪૦ વર્ષથી પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે શક્ય એટલીવાર મદદરુપ બનનારા ટીનવાળા સપરિવારના મોભી ઇસ્માઈલભાઈ (મો.9328035252) તાજેતરમાં પોતાની જીવનયાત્રાના ૬૫ માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેમનાં પરિવારના દરેક સભ્યોએ નક્કી કર્યું કે રાબેતા મુજબ તો જન્મદિન ઊજવાતો જ રહેવાનો છે પણ હાલ રક્તની જરૂરિયાત સમયે રક્તદાન કરીયે આ વિચાર પછી કોઈ ગડમથલ વગર ટીનવાળા પરીવારના મોભી ઈસ્માઈલભાઈ પોતાનાં પત્ની પુત્ર પુત્રી પુત્રવધું વગેરે પહોંચી ગયાં શહેરની સર ટી હોસ્પિટલની બ્લડબેંકમાં અને પરિવારના દરેક સભ્યોએ રક્તદાન કરી પોતાના પરિવારના મોભીનો જન્મદિન ઉજવ્યો હતો.
- Advertisement -
અત્રે નોંધનીય છે કે ઇસ્માઈલભાઈ છેલ્લાં ૪૦ વર્ષથી સેવાકીય પ્રવુતિ સાથે જોડાય અને તેઓએ બુરહાની ગ્રુપના નેજા હેઠળ અત્યાર સુધીમાં ૩૦ મહા રક્તદાન શિબિર કરી હજ્જારો બોટલ રક્ત બ્લડબેંકોને ફાળવી મદદરૂપ બનેલ છે ખાસ કરીને તેઓએ પણ ૮૦ વખત રક્તદાન કરી એક ખરાં અર્થમાં આ પ્રવૃત્તિમાં નમક જેવું કાર્ય કરી રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને સ્વાદપ્રિય બન્યાં હતાં. જેમ નમક વગરની રસોઈમાં સ્વાદિષ્ટ અફલાતૂન મસાલા હોવા છતાં સ્વાદ ન આવે એવી રીતે કોઈ ઢોલ પીટયા વગર ચૂપચાપ સેવાકીય કાર્ય કરતાં ઇસ્માઈલભાઈ ભાવનગર શહેરના લોકોમાં જુદી જુદી સંસ્થાઓમાં રસોઈમાં નિમક જેવાં બની રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં લોકડાઉન અને અનલોકમાં ભાવનગર જિલ્લામાં અનેક રક્તદાન કેમ્પો યોજવામાં ઇસ્માઈલભાઈનું અમૂલ્ય યોગદાન હોવાથી એક કોરોના યોદ્ધા તરીકે અનેક સન્માનો માન ઈકરામો તેમને મળ્યાં છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


