બહુ પ્રિતિત ડિજિટલ પર્સનલ ડેટા બિલ તૈયાર કરવામાં આવ્યું છે. જેને સરકાર તેના જુલાઈમાં શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરશે. મંગળવારે સુપ્રીમ કોર્ટની બેંચમાં વોટસએપ ગોપનિયતા નીતિ સામેની અરજીઓ પર સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર.કે.વેકટરામાણીએ માહિતી આપી હતી.
જસ્ટિસ કે.એમ.જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરૂધ્ધ બોસ, જસ્ટિસ હર્ષિકેશ રોય અને જસ્ટિસ સી.ટી.રવિકુમારની બેન્ચે કહ્યું કે, વોટસએપ પ્રાઈવેસી પોલિસી મામલે હવે ઓગસ્ટમાં સુનાવણી થશે. ખંડપીઠના બે ન્યાયધિશ જસ્ટિસ જોસેફ અને જસ્ટિસ રસ્તોગી જૂન-2023માં નિવૃત થવાના છે. તે બાબતને ધ્યાનમાં લેતાં બેન્ચે આ મામલો સીજીઆઈ સમક્ષ મુકવાનો નિર્દેશ આપ્યો જેથી ઓગસ્ટના પ્રથમ સાહમાં બંધારણિય બેન્ચની નવેસરથી રચના કરી શકાય અરજદારો તરફથી હાજર રહેલા વરિ વકીલ શ્યામ દીવાને રજૂઆત કરી હતી કે, ડિવિઝન બેન્ચે કોર્ટની સુનાવણીને કાયદાકીય પ્રક્રિયા સાથે જોડવી જોઈએ નહીં.
- Advertisement -
1 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે વોટસએપની આ બાહેંધરીનો વ્યાપકપણે પ્રચાર કરવા કહ્યું હતું, કે લોકો હાલમાં તેની 2021 નીતિને અનુસરવા બંધાયેલા નથી. વોટસએપે કહ્યું હતું કે નવો ડેટા કાયદો નહીં આવે ત્યાં સુધી તેના કામ પર કોઈ અસર નહીં થાય. અગાઉ 2018માં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ ફેસબુક અને વોટસએપને પૂછયું હતું કે તેઓ એકબીજા સાથે અને ત્રીજા પક્ષકારો સાથે કઈ માહિતી શેર કરે છે. વોટસએપ દ્રારા કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, વોટસએપમાં મોબાઈલ નંબર કયારે રજિસ્ટર કરવામાં આવ્યા હતા.