ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર તાલુકામાં છેલ્લા 1 વર્ષથી મકાન વિહોણા દલિત પરીવારો તથા એસ.ટી.,ઓ.બી. સી.પરિવારો માટે 100 ચો.વાર પ્લોટની માંગણીની રજુઆત કરવામાં આવેલ હતી પણ આજ સુધી કંઈ નિરાકરણ ના આવતા માણાવદર તાલુકા દલિત અધિકાર મંચ દ્વારા ઉપવાસ પર ઉતરીને તાલુકા વિકાસ અધિકારીને આવેદનદપત્ર આપ્યું હતું.
વર્ષોથી દલિત એસ.ટી.,ઓ.બી.સી. પરિવાર સંયુકત પરિવારમાં રહે છે પૂત્રો ભાડાના મકાનમાં રહેવા મજબુર છે. આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ સુધી કંઈ નિરાકરણ આવેલ નથી. ત્યારે આવા પરિવારોને 100 ચો.વાર પ્લોટ મળે તેમ માગણી કરવામાં આવી હતી. જો આનું પરિણામ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ તકે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તથા માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા આંદોલનને ટેકો આપીને ઉપવાસીઓની મુલાકાત લીધી હતી.
માણાવદરમાં મકાન વિહોણા પરિવાર મુદ્દે દલિત અધિકાર મંચ ઉપવાસ પર ઉતર્યા



