110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે, તમિલનાડુ, બંગાળ, ઓડિશામાં ભારે વરસાદ: કાકીનાડામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, દરિયાકાંઠાના ઘરોને નુકસાન થયું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ચક્રવાત મોન્થા એક ભયંકર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હાલમાં તે મછલીપટ્ટનમથી લગભગ 190 કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. તેની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ઓડિશાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે
આ રાજ્યોમાં 90 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે લેન્ડફોલ દરમિયાન 5 મીટર (16 ફૂટ) ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે અને 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે. ચાર રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 50 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ મધ્ય રેલવે (જઈછ) એ વિજયવાડા વિભાગ હેઠળ કાર્યરત 54 ટ્રેનો રદ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાકીનાડા-મછલીપટ્ટનમ કિનારાની નજીક આવતાં તે વધુ તીવ્ર બનશે. ચક્રવાત મોન્થા નજીક આવતાં કાકીનાડામાં દરિયો તોફાની બન્યો છે. હાલમાં તે મછલીપટ્ટનમથી લગભગ 190 કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસરથી આગામી ત્રણ દિવસ સુધી કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં વરસાદ પડી શકે છે.
ઓડિશામાં અસરગ્રસ્ત લોકો માટે 2,000 રાહત કેન્દ્રો ખોલાયા: રેલવેએ 32 ટ્રેનો રદ કરી
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે તેમની સરકાર ચક્રવાત મોન્થાનો સામનો કરવા માટે તૈયાર છે. વાવાઝોડાથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતા લોકો માટે દક્ષિણના આઠ જિલ્લાઓમાં રાજ્ય સરકારે 2,048 આપત્તિ રાહત કેન્દ્રોમાં 11,396 લોકોને રહેવાની વ્યવસ્થા કરી છે. મંગળવારે રાત્રે કાકીનાડા કિનારે ચક્રવાત મોન્થા ત્રાટકવાની ધારણા છે, જેના કારણે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવેએ વિશાખાપટ્ટનમથી પસાર થતી 32 ટ્રેનો રદ કરી છે. મંગળવારે ઉપડનારી લોકલ, મેમો અને અન્ય ટ્રેનો રદ કરવામાં આવી છે.
- Advertisement -
રદ કરાયેલી બધી ટ્રેનોની યાદી ભારતીય રેલવેના સોશિયલ મીડિયા પેજ પર અપલોડ કરવામાં આવશે, એમ તેઓએ જણાવ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસરને કારણે, દેશના દક્ષિણ અને પૂર્વ ભાગોના 9 રાજ્યો – આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.
સોમવારે વાવાઝોડાની અસરને કારણે છત્તીસગઢ અને ઝારખંડમાં ભારે વરસાદ પડ્યો. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો. થાઈલેન્ડે ‘મોન્થા’ નામ આપ્યું, જેનો થાઈ ભાષામાં અર્થ સુગંધિત ફૂલ થાય છે.



