- ભારે વરસાદ સાથે પુર
બંગાળની ખાડીમાં સર્જાયા બાદ મહાભયાનક બનેલુ મોચા વાવાઝોડુ મ્યાંમાર તથા બાંગ્લાદેશનાં દરીયાકાંઠા પર 210 કી.મી.ની ઝડપે ત્રાટકયુ હતું. વ્યાપક નુકશાની થવા પામી હતી.જોકે માત્ર અઢી કલાકનાં સમયમાં જ તે નબળુ પડી ગયુ હતું.
ઓમાર તથા બાંગ્લાદેશનાં દરીયા કિનારે 220 કીમીની ઝડપે મોચા વાવાઝોડૂ ત્રાટકવાને પગલે દરીયામાં 12 ફૂટ સુધીનાં ઉંચા મોજા ઉછળ્યા હતા. જેને કારણે બન્ને દેશોનાં દક્ષિણ પુર્વીય કાંઠાના ભાગોમાં ભારે તબાહી સર્જાઈ હતી. સેંકડોની સંખ્યામાં વૃક્ષોનો સોથ વળી ગયો હતો. મકાનોની છતો પડી ભાંગી હતી. ભારે વરસાદથી માર્ગો જળબંબાકાર બન્યા હતા. મ્યાંમારમાં 3 લોકોનાં મોત નીપજયા હતા. રવિવારે બપોરે 12 વાગ્યે ત્રાટકયા બાદ બપોરે 2-30 વાગ્યે વાવાઝોડુ નબળુ પડી ગયુ હતું.
- Advertisement -
હવામાન વિભાગે અગાઉથી જ મોચા મહાભયાનક હોવાનું જાહેર કરીને પાંચ નંબરની કેટેગરીમાં મૂકી દીધુ હતું. વાવાઝોડાથી જાનખુવારી રોકવા માટે પાંચ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.બાંગ્લાદેશ હવામાન ખાતાએ મોચાને દાયકાઓનું સૌથી ભયાનક વાવાઝોડુ ગણાવ્યું હતું.
બાંગ્લાદેશ તથા મ્યાંમારને વિભાજીત કરતી નાફ નદી મારફત આગળ વધીને મોચા વાવાઝોડુ ટેકનાફ તટે ત્રાટકયુ હતું. મ્યાંમારનાં રખાઈ ન ક્ષેત્રનાં સિતનો ગામનાં કાંઠે ટકરાયું હતું. આ ક્ષેત્રમાં હજારો લોકોને બૌધ્ધ મઠ, ધર્મશાળા તથા સ્કુલોમાં શરણ આપવામાં આવ્યુ હતું.
- Advertisement -
બાંગ્લાદેશમાં મોચા વાવાઝોડુ સેંટ માર્ટીપ્ન તથા ટેકનાફ બજારથી પસાર થયુ હતું. આ દરમ્યાન તેજ આંધી સાથે મુશળધાર વરસાદ પડયો હતો. દુનિયાની સૌથી મોટી શરણાર્થી શીબીર કોકસ બજારમાં પણ ટકરાયું હતું.આ ક્ષેત્રમાં 10 લાખ શરણાર્થીઓ ઝુંપડીઓમાં વસવાટ કરે છે. બંગાળની ખાડી આસપાસનાં ભાગોમાં પુરના પાણી ભરાયા હતા. બાંગ્લાદેશે અગમચેતીરૂપે અગાઉ જ એરપોર્ટ બંધ કરી દીધા હતા.