સૌરાષ્ટ્રના દરિયા કિનારે કરંટ સાથે તેજ પવનની ગતિ વધી
માંગરોળ, વેરાવળથી ઉના સુધીના બંદરોની તમામ બોટ બંદરે લાંગરી દેવાઈ
- Advertisement -
માછીમારોને દરિયો નહીં ખેડવા અને સાવચેતી રાખવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
હવામાન વિભાગની આગાહીના પગલે તા.21 મે આસપાસ અરબી સમુદ્રમાં અપરએર સાઇકલોનિક સિસ્ટમ સક્રિય હોઈ અને ચક્રવાત સર્જાય શકે તેવી સંભવિત અસરના લીધે કાલથી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે જેના પગેલ દરિયા કિનારે તેની વધુ અસર જોવા મળે તેવા સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે.જયારે હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષે ચોમાસુ પણ વેહલું આવી જશે તેવા સંકેત આપ્યા છે.જેના પગલે સૌરાષ્ટ્રના દરિયા કિનારે સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર સહીત વેરાવળ થી ઉના સુધીના સોરઠના તમામ બંદરો પર સચેત રહેવા સૂચના અપાઈ છે જેમાં માંગરોળ દરિયા કિનારા સહીત દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને પવન ગતિ પણ તેજ થઇ છે. જેમાં આમ તો માછીમારીની સીઝન પણ જુના મહિના પહેલા પૂર્ણ થાય છે અને 15 ઓગસ્ટના રોજ ફરી શરુ થતી હોઈ છે.પણ સંભવિત સાઇકલોન અસરના પગલે તમામ બંદરો પર દરિયામાં માછીમારી ન કરવા જવાની સૂચના અપાઈ છે તેની સાથે માંગરોળ બંદર પર 2 હજાર જેટલી નાની મોટી હોડી અને બોટને સહીસલામત રીતે બંદર ઉપર લંગારી દેવામાં આવી છે. અને માછીમારી ભાઈઓને સહીસલામત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. તેમ માછીમાર આગેવાન વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું.
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં સાઇક્લોન સર્જાય તેની અસર જોવા મળી રહી છે. ભેજનું પ્રમાણ વધ્યું છે.અને લોકો બફારાના અનુભવ સાથે ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે આજ સવારથી વાદળછાયું વાતાવરણ સાથે પવનની ગતિમાં વધારો થયો છે. જયારે જૂનાગઢ સહિત સોરઠમાં રાત્રે, સવારે તાપમાન સ્થિર રહેવાની સાથે બપોરે ગરમી વધતા સોમવાર મહત્તમ તાપમાનનો પારો આગળ વધી 37 ડિગ્રીએ પહોંચી ગયો હતો. અત્યારે ઉનાળાનો મે મહિનો ચાલી રહ્યો છે. જેના કારણે સવારથી ગરમી રહેવી જોઈએ તેના બદલે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાથી ઉકળાટ, બફારોએ માજા મુકી છે. દરમ્યાન સતત ત્રીજા દિવસે રવિવારની રાત્રે જૂનાગઢનું તાપમાન 29.2 ડિગ્રી રહ્યું હતું અને સોમવારે પણ લઘુતમ તાપમાન 26.5 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. સવારના વાતાવરણમાં ભેજ 76 ટકા રહ્યો હતો. મહત્તમ તાપમાન વધીને 37 ડિગ્રી પર પહોંચી ગયું હતું અને બપોરના હવામાં ભેજ 44 ટકા રહેતા ઉકળાટથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા.
નવા સપ્તાહના પ્રથમ દિવસે સવારથી બપોરના તાપમાન વચ્ચે 10.5 ડિગ્રીનો તફાવત રહ્યો હતો. જ્યારે હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં સામાન્યથી અતિ ભારે વરસાદ પડે તેવી પણ સંભાવનાઓ વ્યકત કરવામાં આવી છે. જેમાં જો સાઇકલોન સર્જાઇ તો દરિયાકાંઠા વિસ્તારમાં વધુ વરસાદ પડે તેવી પણ સંભાવનાઓ વ્યકત કરવામાં આવી છે. જેના પગલે દરિયા કિનારે વધુ સાવચેતીના પગલા લેેવામાં આવી રહ્યા છે. આમ આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રીય બનશે તો લોકોને ગરમીથી રાહત મળશે તેમ જાણવા મળી રહ્યું છે.