-વિજમાળખા-માર્ગોની તારાજીથી ઔદ્યોગીક ધમધમાટ પુર્વ થતા હજુ કેટલાક દિવસો લાગી જવાનો સૂર
કચ્છમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ માલ-મિલ્કતોને વ્યાપક નુકશાન પહોંચાડયું છે અને તેમાં વેપારઉદ્યોગ જગતને 5000 કરોડનું નુકશાન હોવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. દૈનિક ઉત્પાદન ઠપ્પ રહેવા ઉપરાંત વરસાદ-પવનથી ઘણી નુકશાની છે. બંદરો બંધ રહ્યા હતા. ઉપરાંત સાત જીલ્લાઓમાં અતિ ભારે વરસાદથી ઔદ્યોગીક ઉત્પાદન થંભી ગયુ હતું. પરિવહન પણ ઠપ્પ થયુ હતું.
- Advertisement -
ગુજરાત સરકાર ઓફ કોમર્સ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે, અસરગ્રસ્ત ભાગોમાં વિજથાંભલા સહિતની માળખાગત સુવિધાઓ નારાજ થતા વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં ગતિવિધિ નોર્મલ થવામાં હજું કેટલાક દિવસો લાગી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ ટેકસટાઈલ્સ, સિરામીક, બ્રાસપાર્ટ, એન્જીનીયરીંગ જેવા ઉદ્યોગોના પ્લસ્ટર ધરાવે છે.
મીઠા ઉદ્યોગ ખૂબ મોટો છે. સમગ્ર વિસ્તારમાં વિજ પુરવઠો નોર્મલ કરવા માટે સેંકડો ટીમોને મેદાને ઉતારવામાં આવી જ છે છતાં જે રીતે તારાજી છે તે જોતા ઔદ્યોગીક ગતિવિધિ નોર્મલ થવામાં હજુ કેટલાંક દિવસો લાગી જાય તેમ છે.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેગજી કાનગડે કહ્યું કે બંદરો તથા પરિવહન સંપૂર્ણ ઠપ્પ છે જંગી કાર્ગોનો ભરાવો છે તેની પણ ઉદ્યોગોમાં અસર છે. કંડલા-મુંદ્રા રૂટ પર જ 10000થી વધુ ટ્રક અટવાયેલા છે. બન્ને બંદર ગત મંગળવારથી બંધ છે.
- Advertisement -
5 લાખ ટન મીઠુ ધોવાઈ ગયુ
મીઠા ઉત્પાદનમાં મોરબી નજીકનુ માળીયા તથા કચ્છનું નવલખી મુખ્ય મથક ગણાય છે. મીઠાની ભરસીઝન હોવાને કારણે ઉત્પાદન એકમોમાં મોટો સ્ટોક હતો. પાંચ લાખ ટન મીઠુ તણાઈ-ધોવાઈ ગયાનું અનુમાન છે. મહિને સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશનના કહેવા પ્રમાણે આગોતરી ચેતવણી હતી છતાં જંગી સ્ટોકને ખસેડવાનું મુશ્કેલ હતું. 500 ઉત્પાદન એકમોમાં સ્ટોક ધોવાઈ ગયો હતો. હવે સપ્લાયમાં ખેંચ વર્તાશે એટલે ઔદ્યોગીક મીઠાના ભાવમાં તેજી થવાની શકયતા છે.