- ઉતરપ્રદેશ હેકર્સના નિશાન પર: એરપોર્ટ-પાવરગ્રીડ-પ્રસાર ભારતી- રાજય પોલીસ સહિતની સંસ્થાઓની ડિજિટલ એસેટસ પર મોટું જોખમ : રામમંદિર-મહત્વના ઈન્ફ્રા પ્રોજેકટ પર સતત સાયબર હુમલા
નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સાથે જ દેશભરમાંથી રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન માટે પહોંચી રહ્યા છે તથા હજું વેકેશન અને બાદમાં તહેવારોની સ્થિતિમાં અયોધ્યા એ ધાર્મિક પ્રવાસનમાં નવો રેકોર્ડ સર્જે તેવા સંકેત છે તે વચ્ચે અયોધ્યાના આ મંદિર સંકુલ તથા સમગ્ર મહાનગરીની સુરક્ષા વ્યવસ્થા પણ અત્યંત મજબૂત બનાવવામાં આવી છે તે વચ્ચે ભગવાન શ્રી રામમંદિરની વેબસાઈટ પર સતત ચીન અને પાકિસ્તાનથી સાયબર એટેક થઈ રહ્યા છે.
આ ઉપરાંત પ્રસાર ભારતીની વેબસાઈટ પર સાયબર હુમલાજ ટાર્ગેટ બની છે અને ઉતરપ્રદેશના અન્ય મહત્વના સંસ્થાનો તથા મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને પણ નિશાન બનાવવાની ધમકી મળી રહી છે.
સરકારના સાયબર સુરક્ષા વિભાગ દ્વારા આ પ્રકારે ધમકીભર્યા સંદેશા મોકલતા તથા અયોધ્યા મંદિરની વેબસાઈટમાં હેકીંગનો પ્રયાસ કરનાર 1244 ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (આઈપી) એડ્રેસ બ્લોક કર્યા છે જેમાં 999 તો ચીનના છે.જયારે પાકિસ્તાન, હોંગકોંગ અને કમ્બોડીયાથી પણ આ પ્રકારે સાયબર એટેક થઈ રહ્યા છે.
- Advertisement -
મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ આ પ્રકારના સાયબર સહિતના એટેક વધશે જ તેવી સરકારને ચિંતા હતી અને તેથી જ તેની સામે આગોતરા પગલા લેવામાં આવી રહ્યા છે.ધ ટેલીકોમ સિકયોરીટી ઓપરેશન સેન્ટર પર આ અંગે રામમંદિર અને તેની સાથે સંકળાયેલી 264 વેબસાઈટનું સતત મોનેટરીંગ થઈ રહ્યું છે. જેમાં પ્રસાર ભારતી, ઉતરપ્રદેશ પોલીસ- એરપોર્ટ ટુરીઝમ અને પ્રાયર ગ્રીડ તથા બીજા મહત્વના પ્રોજેકટની વેબસાઈટ પણ અત્યંત મજબૂત મોનેટરીંગ હેઠળ છે.
જેમાં જાણવા મળ્યું કે રામમંદિર તથા પ્રસાર ભારતી વેબસાઈટ મુખ્ય ટાર્ગેટ બની રહી છે અને તેમાં જે જે આઈપી એડ્રેસ પરથી આ પ્રકારના હુમલા થાય છે તે સતત બ્લોક જ રહે તે નિશ્ર્ચિત કરવામાં આવી રહ્યું છે.ગત જાન્યુ.22ના રોજ ભવ્ય રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે પુર્વે તા.21થી આ પ્રવૃતિ શરૂ થઈ છે અને ફકત વિદેશ જ નહી પણ ભારતમાંથી પણ આ પ્રકારના સાયબર એટેક થઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી એક પણ સફળ થયા નથી.
આ માટે અતિ આધુનિક આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે દેશમાં આ પ્રકારે મહત્વના સાયબર એટેક વધી રહ્યા છે. ટેલીકોમ કંપનીઓ પણ તેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.