‘ટ્રેડ ફંન્ડામેન્ટલ’ અને ‘GBFS VYNX’ નામની કંપનીના નામે ડોક્યુમેન્ટેશનના બહાને મોટી રકમ પડાવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.7
મોરબીના એક વેપારીને માલ ફોરેનમાં એક્સપોર્ટ કરાવી આપવા અને ખરીદનાર ગોતી આપવાના બહાને ખોટા નામો ધારણ કરીને સિન્ડિકેટ બનાવી છ જેટલા શખ્સોએ રૂ. 1,72,88,400/- ની જંગી રકમની ઠગાઈ કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
- Advertisement -
મોરબીના રવાપર રોડ પર આવેલ આંગન પેલેસ સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજા (ઉં.વ.35)એ આ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ આરોપીઓ પારસ સિંગલા (મેનેજર), પ્રવીણ બંસલ (એમ્પ્લોયી), ધનંજય શર્મા, રોબર્ટ વિલિયમ્સ, હેન્રી અને હાર્વી નામ ધરાવતા માણસો તથા તેમના મળતીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઠગાઈની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ-111(2)(બી), 316(2), 318(4), 319(2), તેમજ આઇ.ટી. એક્ટ કલમ-66(સી) તથા 66(ડી) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઠગાઈની મોડસ ઓપરેન્ડી
આરોપીઓએ ટ્રેડ ફંન્ડામેન્ટલ પ્રાઈવેટ લિમિટેડ કંપની અને જી.બી.એફ.એસ. વીંગ્સ (GBFS VYNX) પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નામનો ઉપયોગ કર્યો હતો.
આરોપીઓએ ખોટા નામો ધારણ કરીને એક સિન્ડિકેટ બનાવી ફરિયાદી દેવેન્દ્રભાઈને વિશ્વાસમાં લીધા હતા.
તેમણે ફરિયાદીને તેમનો માલ ફોરેનમાં એક્સપોર્ટ કરવા માટે ખરીદદાર ગોતી આપવા અને હોંગકોંગની અઈઊજ ઝછઅઉઈંગૠ નામની કંપની સાથે ડીલ કરવાનું કહ્યું હતું.
આ ડીલ અને એક્સપોર્ટ માટેના ડોક્યુમેન્ટેશન તેમજ રજીસ્ટ્રેશનના બહાને ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે રૂ. 1,72,88,400/- પડાવી લીધા હતા.
- Advertisement -



