સિડનીમાં વડાપ્રધાન મોદીનાં જનસંબોધન પહેલાં સ્ટેડિયમમાં થઈ રહ્યો છે સાંસ્કૃતિક કાર્યક્રમ. મંચ પર ગરબા સહિત કરવામાં આવ્યો પારંપરિક નૃત્ય. જુઓ વીડિયો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ સિડનીનાં પ્રવાસે છે ત્યારે ટૂંક સમયમાં તેઓ કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી કાર્યક્રમમાં જોડાય તે પહેલાં આ સ્ટેડિયમમાં અનેક રંગારંગનાં કાર્યક્રમો અને પર્ફોર્મન્સ સિડનીનાં રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેનાં તમામ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.
- Advertisement -
#WATCH | Australia | Cultural program underway at Qudos Bank Arena in Sydney where Prime Minister Narendra Modi will arrive shortly for a community event. pic.twitter.com/nkcvIO3BYf
— ANI (@ANI) May 23, 2023
- Advertisement -
સિડનીમાં વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમ પહેલાં રમાયા ગરબાં
વડાપ્રધાન મોદી જનસંબોધન કરવા સ્ટેડિયમમાં પહોંચે તે પહેલાં સ્ટેડિયમ મધ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં નૃત્યકારો ગરબા અને અન્ય પારંપરિક નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિને સિડનીની ધરતી પર પણ પ્રચલિત કરી રહ્યાં છે.
#WATCH | Prime Minister Narendra Modi's community event to be held shortly at Qudos Bank Arena in Sydney, Australia.
Visuals from the venue. pic.twitter.com/Glg0T0eE8q
— ANI (@ANI) May 23, 2023
સિડની સ્થિત ભારતીયો વડાપ્રધાન મોદીને મળવા ઉત્સુક
ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશનનાં લોકો પ્રધાનમંત્રીનાં સ્વાગત માટે ઉત્સાહભેર રાહ જોઈ રહ્યાં છે. અમે મહિનાઓથી આ ક્ષણની રાહ જોઈ રહ્યાં હતાં અને તૈયારીઓ કરી રહ્યાં હતાં. અમે પ્રધાનમંત્રી મોદીને મળવા માટે ઉત્સુક છીએ.
#WATCH | Members of the Indian diaspora express their excitement for Prime Minister Narendra Modi's community event that will be held at Qudos Bank Arena in Sydney, Australia shortly.
Shashi Prabha says, "All of us are excited for PM Modi to arrive. That is the most important… pic.twitter.com/U5RO5zKD6w
— ANI (@ANI) May 23, 2023
સિડનીનાં સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીનું કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિડનીમાં કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં કાર્યકર્મ કરશે. જ્યાં તેઓ ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ દરમિયાન ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન એંથની અલ્બાનીઝ પણ હાજર રહેશે. રિપોર્ટ અનુસાર 20 હજાર સીટવાળા આ સ્ટેડિયમની તમામ સીટો બુક થઈ ગઈ છે. આ કાર્યક્રમને ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યું છે.