એક તરફ આંતરરાષ્ટ્રીય ભાવ કરતા 20-30 ડોલર સસ્તુ ક્રુડતેલ મેળવ્યા બાદ હવે ફકત 4 ડોલરનો લાભ
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન કટોકટીના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવમાં જે મોટો વધારો જોવા મળ્યો હતો. તેમાં રશિયા-ભારતની મદદે આવ્યું અને આંતરરાષ્ટ્રીય બજાર ભાવ કરતા પ્રતિ બેરલ 25-30 ડોલરના ડિસ્કાઉન્ટથી ભારત સુધી ક્રુડતેલ પહોંચાડીને મોટી રાહત આપી હટ્ર પણ હવે યુક્રેન યુદ્ધ એ ‘રોજીંદી’ બાબત જેવી સ્થિતિ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો અસર ઘટવા લાગી છે તો તેની સાથે રશિયન ક્રુડતેલનું ડિસ્કાઉન્ટ પણ ઘટવા લાગતા આગામી સમય પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટવાની શકયતા ઓછી છે.
- Advertisement -
જો કે હજું આંતરરાષ્ટ્રીય બજોરમાં ક્રુડતેલના ભાવ 75.80 ડોલર વચ્ચે રહ્યા છે અને તેના આધારે પણ હાલમાં ભવિષ્યમાં ભાવ ઘટાડાની શકયતા છે અને કદાચ જે ચૂંટણી આ વર્ષના અંતે આવનાર છે તેની રાહ મોદી સરકાર જોશે. હવે રશિયન ક્રુડતેલ પરનું ડિસ્કાઉન્ટ ઘટીને પ્રતિ બેરલ ફકત 4 ડોલર જેટલું જ રહી ગયુ છે. ઉપરાંત હવે રશિયન ઓઈલ કંપનીઓએ ‘હોમ-ડિલીવરી’ બંધ કરી છે જેથી પ્રતિ બેરલ 11-12 ડોલરનો શીપમેન્ટ ચાર્જ પણ ભારતીય રીફાઈનરીઓએ ભોગવવો પડશે. રશિયા ભારતને રોજ 20 લાખ બેરલ ક્રુડતેલ મોટા ડિસ્કાઉન્ટથી પુરુ પાડતું હતું અને ચીન કરતા પણ વધુ ફાયદાઓ ભારત જોઈ રહ્યુ હતું.
હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલ શુક્રવારે 76 ડોલર પ્રતિ બેરલ નોંધાયા છે અને તેથી હજુ પણ ઘર આંગણે રીફાઈનરીઓ અને ઓઈલ માર્કેટીંગ કંપનીઓ હાલના પેટ્રોલ-ડિઝલમાં જંગી નફો મેળવે છે. જો કે રશિયાના ક્રુડતેલનો મોટો જથ્થો ચીન જાય છે પણ હવે તે વધારે ખરીદી થઈ શકે તેમ નથી તથા રશિયાને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલ વેચવામાં નિયંત્રણ છે તેથી ભારત બાર્ગેનીંગ કરીને વધુ ડિસ્કાઉન્ટ માટે દબાણ લાવી શકશે. જી-7 એ રશિયાના ક્રુડતેલને 60 ડોલરથી ઓછુ વેચી શકાય નહી તેવું ભાવ બાંધણુ કરતા આ સ્થિતિ સર્જાઈ છે.યુક્રેન કટોકટીના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવમાં જે મોટો વધારો જોવા મળ્યો હતો.
તેમાં રશિયા-ભારતની મદદે આવ્યું અને આંતરરાષ્ટ્રીય બજાર ભાવ કરતા પ્રતિ બેરલ 25-30 ડોલરના ડિસ્કાઉન્ટથી ભારત સુધી ક્રુડતેલ પહોંચાડીને મોટી રાહત આપી હટ્ર પણ હવે યુક્રેન યુદ્ધ એ ‘રોજીંદી’ બાબત જેવી સ્થિતિ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો અસર ઘટવા લાગી છે તો તેની સાથે રશિયન ક્રુડતેલનું ડિસ્કાઉન્ટ પણ ઘટવા લાગતા આગામી સમય પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટવાની શકયતા ઓછી છે.