પોલીસ કોન્સ્ટેબલ એભલભાઈ બરાલીયા તથા મહેશભાઈ ચાવડા તથા હરપાલસિંહ જાડેજાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો
84 દારૂની બોટલ, મોબાઈલ, રિક્ષા સહિત 1.02 લાખનો મુદ્દામાલ જપ્ત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શીતલ પાર્ક મેઈન રોડ મેલડી માતાજીના મંદિર પાસે દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા 84 નંગ દારૂની બોટલ, રીક્ષા સહિત 1.02 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે વિદેશી દારૂના જથ્થા સાથે શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે.
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી અસરકારક કામગીરી કરવા સુચના અપાયેલી હોય તે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ. બી.ટી.ગોહીલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચર તથા તેમની ટીમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે એભલભાઈ બરાલીયા તથા મહેશભાઈ ચાવડા તથા હરપાલસિંહ જાડેજા તથા દિપકભાઈ ચૌહાણને મળેલી સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર શીતલ પાર્ક મેઈરોડ ખાતેથી ભારતીય બનાવટનો 84 નંગ ઈગ્લીંશ દારૂ જેની કિંમત 42 હજાર, રીક્ષા 50 હજાર, 10 હજારનો મોબાઈલ સહિત 1.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.
આ કેસમાં કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેકટર બી.ટી.ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.ગરચર, પો.હેડ કોન્સ.નિલેશભાઈ ડામોર, દિપકભાઈ ચૌહાણ, પોલીસ કોન્સ.એભલભાઈ બરાલીયા, મહેશભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી છે