ક્રાઈમ બ્રાન્ચ કોન્સ્ટેબલ તોડકાંડ અંગે ‘ખાસ-ખબર’નાં એક્સક્લુઝિવ અહેવાલનો સમગ્ર ગુજરાતભરમાં પ્રચંડ પડઘો ખળભળાટ
ભ્રષ્ટ પોલીસમેન સામે કડક પગલાં ભરી દાખલો બેસાડવાનો CP અને DCP માટે અવસર
- Advertisement -
ખાસ-ખબરમાં ગતરોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ કોન્સ્ટેબલ તોડકાંડ અંગે ખાસ-ખબરના એક્સક્લુઝિવ અહેવાલનો પડઘો ગુજરાતભરમાં પડ્યો છે. ડીસીબીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજયગિરિ ગોસ્વામીએ દારૂના દરોડા બાદ ફરાર થઈ ગયેલા બૂટલેગર હરપાલ ડોડિયાને પકડવા માટે અન્ય એક બૂટલેગર પ્રતીક ચંદારાણાનો સંપર્ક કરી રૂપિયા 5 લાખની માંગણી કર્યાની એક્સક્લુઝિવ ઓડિયો ક્લિપ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ખાસ-ખબર દ્વારા વિજયગિરિ ગોસ્વામી દ્વારા કરાયેલા તોડકાંડના એક્સક્લુઝિવ પુરાવાઓ સાથેના અહેવાલ-ઓડિયો ક્લિપ ગઈકાલે સાંજે પ્રસિદ્ધ થયાના થોડા જ સમયમાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો અને અન્ય મીડિયા દ્વારા પણ આ તોડકાંડ અંગે તપાસ કરી અહેવાલ – ઓડિયો ક્લિપ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ખાસ-ખબરમાં ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ વિજયગિરિ ગોસ્વામીના તોડકાંડની પોલ ખુલ્યા બાદ તુરંત જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલને તપાસ કરવાનો આદેશ કર્યો છે. ખાસ-ખબરમાં પ્રસિદ્ધ ડીસીબી કોન્સ્ટેબલ વિજયગિરિની ઓડિયો ક્લિપ પરથી આમ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી જ છે તેમ છતાં ડીસીબી – ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ કોન્સ્ટેબલ વિજયગિરિ ગોસ્વામીની તપાસ કેટલા સમયમાં પૂર્ણ કરી શું રિપોર્ટ આપશે એ તો સમય જ નક્કી કરશે પરંતુ અહીં ફરી એકવખત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને બદનામ કરનારા કોન્સ્ટેબલ વિજયગિરિને કડક સજા કરી રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને ડીસીબી – ક્રાઈમ પાર્થરાજ સિંહ પાસે અન્ય કરપ્ટ પોલીસમેન માટે દાખલો બેસાડવાનો અવસર છે.
ક્રાઇમ બ્રાન્ચનાં વિજયગિરિ ગોસ્વામી અને આરોપીના મિત્ર વચ્ચે થયેલી વાતચિતના અંશ
નામ ખુલી ગયું એનું.. ઓલરેડી આવાનું તો છે જ.. પછી બાપ-દીકરો બેઉ જાશે. જો એ કાલ આવી જતો હોય તો એના બાપાને નવરા કરી દઈ. માલ ઓની પાનો દેખાડી દઈ. બરાબર અને આઘુ-પાછું હોય તો તું તારે મને કે, વિજયભાઈ છેલ્લે આટલું કરી દો તો તારા સંબંધ હિસાબે શું.. અને ઉપરવાળાનું નામ દેવાનું કે કોનો માલ છે એ શું
- Advertisement -
ઑડિયો ક્લિપ-1
આરોપીનો મિત્ર : હલ્લો
વિજયગિરિ ગોસ્વામી : હા.. બોલ..
આરોપીનો મિત્ર : ગિરિબાપુ, મેં એની હારે વાત કરી, ઈ એમ કે છે, 50 હજાર રૂપિયા દઉં.
વિજયગિરિ ગોસ્વામી : 50માં કાંઈ ન થાય, 50માં ન પતે.
આરોપીનો મિત્ર : સાહેબ કેટલા કયે છે?
વિજયગિરિ ગોસ્વામી : આયા બધા અધિકારીને ખબર પડી ગઈ, બધાના ફોન આવે જ છે. સાહેબને બધાના ફોન ચાલુ જ છે. સીએમના ને સાહેબના.. મને કે તમારો મિત્ર છે, પૂછી લ્યો એને કે, આયા આવાનું તો છે જ એને ઓલરેડી શું.. પાંચની વાત થઈ ચોખ્ખી કઈ દઉ તને..
આરોપીનો મિત્ર : કેટલા પાંચ? પાંચ લાખ?
વિજયગિરિ ગોસ્વામી : આમાં કાઈ આઘુ-પાછું હોય તો મને કે તું અને એને શાંતિથી વાત કર અને કે ક્યાં આવી લઈ જવાના, તો સાહેબ હારે વાત કરું.. આજ નઈ તો દસ દિ પછી, નઈ તો મહિના દિ પછી.. બરાબર.. નામ ખુલી ગયું એનું.. ઓલરેડી આવાનું તો છે જ.. પછી બાપ-દીકરો બેઉ જાશે. જો એ કાલ આવી જતો હોય તો એના બાપાને નવરા કરી દઈ. માલ ઓની પાનો દેખાડી દઈ. બરાબર અને આઘુ-પાછું હોય તો તું તારે મને કે, વિજયભાઈ છેલ્લે આટલું કરી દો તો તારા સંબંધ હિસાબે શું.. અને ઉપરવાળાનું નામ દેવાનું કે કોનો માલ છે એ શું..
આરોપીનો મિત્ર : એ તો મેં એને કીધું. એ નહીં આપે તો હું તમને પહોંચાડી દઈશ.
વિજયગિરિ ગોસ્વામી : હા એમ ટૂંકમાં ઉપરવાળો જે માલ દેવાવાળો હોય એનું નામ લેવાનું.. તું આને મોકલી દે. એટલે પૂરું કરાવી દઉં. અને જેનો માલ છે એ અહીં ખબર જ છે હો.. કોઈ બીજો આવી જાય એમ નહીં. જેનો માલ હોય એને જ આવાનું. હા.. એમ.. મારે 24 વરસ થયા પોલીસમાં.. આપણો અંગત હોય અને મોકલી દઈ કે જા ભાઈ જઈ આવ તું, એમાં કાઈ નથી. રિમાન્ડ છે પતી જાશે એમ નહીં. મને જાણીને કે, અહીં કાગળ ચાલુ થઈ ગયા છે. એનો છોકરો આવી જતો હોય તો બાપાને રવાના કરી દઈ. અને એની ઉપર કરી નાખી.
આરોપીનો મિત્ર : બાપાને જોજો હો.. માનસિક છે. માનસિકની ફાઈલ એ લોકો ત્યાં લઈને આવે છે.
વિજયગિરિ ગોસ્વામી : હા, હા, ભલે આવે. તું મોકલ તો ખરો. ભલે આવે. કંઈક દેખાડવું તો પડે ને.. માનસિક બરાબર છે શું.. એટલે તું ફોનમાં વાત કરી મને કે હાલ.. છેલ્લે લાસ્ટમાં શું છે? પછી તારી ઈચ્છા..
ઑડિયો ક્લિપ-2
આરોપીનો મિત્ર : એનો ફોન આવેને.. મને એનો સામેથી.. એટલે હું એને કઉ કે, હાલને ભાઈ.. બોલને.. ગિરિબાપુનો ફોન છે એટલે આપણે સંબંધમાં પતાવી દઈ.. તારે વધવું પડશે.. એમનેમ નહીં હાલે.. બરાબર.. એટલે અડધી કલાકમાં એનો ફોન આવી જાય એટલે હું તમને કઉ.
વિજયગિરિ ગોસ્વામી : હા.. વાત કર અને પૂરું કરને એને કઈ. નામ તો ખુલી ગયું છે.. મોટા સાહેબ પાસે ફિટ થઈ.. આવાનો છો કે નઈ પૂછી લે એને. આવાનું તો ઓલરેડી છે જ તારે એને કઈ..
આરોપીનો મિત્ર : ખોટું એના બાપા ફિટ ન થાય. આપણે એટલું દઈ પૂરું કરી તો એના બાપાનો કેસ બચી જાય ને..
વિજયગિરિ ગોસ્વામી : હા એ પણ ઈ જ તો વાત છે.. એટલે જ સાહેબને કહી શકું અતારે.. તું કેતો તો વિજયભાઈ કયો.. કેટલા વાગ્યા અતારે જો. સવા ત્રણ થયા.. જમવા નથી ગયા. એટલે બધા અહીં કાય રાહ જોઈ બેઠા તો ન રે. એટલે એનો કોન્ટેક્ટ કર..પૂછ.. છેલ્લે આમ કયે છે.. તારે શું ગણતરી છે. લાસ્ટ કહી દે.. બરાબર..
આરોપીનો મિત્ર : બાકીનાની જવાબદારી પછી તમારી હો.. એના બાપાને પછી જવા દેવાનાં..
વિજયગિરિ ગોસ્વામી : અરે.. કોઈ નો બોલે બરાબર.. ઈ જવાબદારી મારી. હું લઈ જાઉં, તું કેશે ત્યાં આવીને આરોપીને.. તું કે અહીં આવીને લઈ જાઓ એટલે હું આવીને લઈ જાઉં બરાબર.. એને કીધું એટલામાં નહીં પતે ચોખ્ખું કહી દેજે શું..
આરોપીનો મિત્ર : કાઈ વાંધો નહીં, પેલા એની હારે મને વહિવટની વાત કરવા દો. તમે કયો ઈ અને આ કયે આ બરાબર.. એને કઈ દઉં પચા-સાઠ હજારે નઈ પતે બરાબર.. વધીને ફિગર કેવો હોય તો કે એ લોકો પાંચ લાખ કયે છે બરાબર ને?
વિજયગિરિ ગોસ્વામી : હા બસ.. તું આ રીતે વાત કરી લે અને મને ફોન કરજે ઉતાવળે.
આરોપીનો મિત્ર : આજ તો ગુલાબજાંબુ ખાય જ લેવા છે એમ ને..
વિજયગિરિએ P.I. વાય.બી. જાડેજા અને જે.વી. ધોળાનું નામ ખોટું સંડોવ્યું
પાંચ લાખની તગડી રકમ એકલાં જ જમી જવાનો વિજયગિરિનો બદઇરાદો હોવાનું ઉપસતું ચિત્ર
બસ એટલો વિશ્વાસ તો કરવો પડે ને.. એના પપ્પાને જવા દઈ. આને બોલાવી લે. તું કે ત્યાં આવીને લઈ જાઉં. અહીં આવીને રજૂ કરાવી દઉં. મારશે નહીં શું.. કાલ સવારે મોકલી દઈ. તું કે એટલે ત્યાં આવીને લઈ જાઉં
ખાસ-ખબર સંવાદદાતા
કોન્સ્ટેબલ વિજયગિરિ ગોસ્વામીએ ઑડિયો ક્લિપમાં એવું કહ્યું છે કે, ‘મારે આ પાંચ લાખમાંથી બેઉ પી.આઈ. અને ડી.સી.પી. વગેરેને પણ પૈસા આપવા પડે!’ ક્રાઈમ બ્રાન્ચનાં વિશ્ર્વસનીય સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વિજયગિરિએ બેઉ પોલીસ ઈન્સ્પેકટર વાય. બી. જાડેજા અને જે. વી. ધોળાને સાવ ખોટી રીતે સંડોવી દીધાં છે. વાસ્તવમાં ક્રાઈમ બ્રાન્ચની નવી ટીમની રચના થઈ તે પછી આ બેઉ ઈન્સ્પેકટરોએ ક્રાઈમ બ્રાન્ચની છાપ સુધારવા તનતોડ મહેનત કરી છે. વિજયગિરિ જેવાં ભ્રષ્ટ કર્મચારીને લીધે બેઉ અધિકારી પર છાંટા ઉડ્યા છે તે વાત ખરેખર દુ:ખદ છે- તેવું જાણકારો કહી રહ્યાં છે.
ઑડિયો ક્લિપ-3
આરોપીનો મિત્ર : હેલ્લો ગિરિબાપુ..
વિજયગિરિ ગોસ્વામી : બોલ..
આરોપીનો મિત્ર : ઈ એમ કે વધીને મારાથી સાઠ-સિત્તેર થાય એમ સે. ઈ કે સાહેબને કે.. મારાથી નથી થાય એમ. મારા ઘર જઈ પૂછી લ્યે.
વિજયગિરિ ગોસ્વામી : અરે પણ એમાં ન થાય. તું વાત તો સમજસ ને.. સાથ-સિત્તેરમાં થાય તું જ કે..
આરોપીનો મિત્ર : એ કે કેસ તો થઈ ગયો છે, આપણે ખાલી ન મારવાના જ આટલા દેવાના..
વિજયગિરિ ગોસ્વામી : હા તો ન મારવાના.. આપણે પ્રોસિઝર હોય એ જ હોય બીજું શું હોય બીજું શું હોય..
આરોપીનો મિત્ર : હા.. મેં એને કીધું આટલામાં તારા પપ્પાને પણ જવા દેશે. તારા પપ્પા પર પણ કેસ નહીં કરે મેં એવું કીધું.
વિજયગિરિ ગોસ્વામી : હા..એમ. બસ એટલો વિશ્વાસ તો કરવો પડે ને.. એના પપ્પાને જવા દઈ. આને બોલાવી લે. તું કે ત્યાં આવીને લઈ જાઉં. અહીં આવીને રજૂ કરાવી દઉં. મારશે નહીં શું.. કાલ સવારે મોકલી દઈ. તું કે એટલે ત્યાં આવીને લઈ જાઉં.
આરોપીનો મિત્ર : એ કે પાંચ પેટી તો.. સાહેબને કે ને પાંચ લાખ રૂપિયા તો ગરમ પડે સાહેબને કે ને..
વિજયગિરિ ગોસ્વામી : હા પણ તું એને કેતો ખરી. આ તો મેં તને વાત કરી. તું મને કે એટલે સાહેબને વાત કરું.
આરોપીનો મિત્ર : આ સાહેબને છેલ્લે ક્યાં સુધી ગણતરી છે?
વિજયગિરિ ગોસ્વામી : ક્યાં સાહેબને?
આરોપીનો મિત્ર : આપણી ગણતરી?
વિજયગિરિ ગોસ્વામી : એ તો મેં એને ખાલી ઓમ પૂછ્યું સાહેબ તમારે શું વાતચીત હાલે છે? મને કે બાપુ આમ હાલે છે વાતચીત. પાંચનું.. તું મને કંઈક સરખું કે તો હું એને કઉને સરખી રીતે.. તું પચાને.. સાઈઠને.. સિત્તેરને.. આ કાઈ શાકબકાલુ તો છે નઈ. આમાં કઈ મેળ ન આવે, મને સાહેબને કેતાય શરમ આવે.
આરોપીનો મિત્ર : બાપુ તમારું એટલું તો ચાલે હો વિજયગિરિ બાપુ.. સંબંધ છે થોડોક.. તમે ડિસીબીમાં છો એટલે તમારું થોડુંક તો ચાલે હો.. સારું હાલો વાત કરી લઉં છું.
ઑડિયો ક્લિપ-4
વિજયગિરિ ગોસ્વામી : હા..
આરોપીનો મિત્ર : ઈ.. છેલ્લા લાખ રૂપિયા કે છે ભાઈ..
વિજયગિરિ ગોસ્વામી : ના ભાઈ ના તો મૂકી દે એને ભાઈ.. !% કઈ વાંધો નહીં. એને કઈ તારે જ્યાં જાઉં હોય ત્યાં.. % તું તારે ભાગીજા.. વઈજા. ગોતી લેશું બરાબર.. નહીં પતે લાખમાં..
આરોપીનો મિત્ર : મેં એને કીધું આ કોઈ થોડું લોકલ પોલીસસ્ટેશન થોડું છે ભાઈ..
વિજયગિરિ ગોસ્વામી : ઈ જ વાત છે લોકલ હોય ને તો તો તારું જ માન રાખી દેત આપણે સમજસ તું. ડિવિઝનમાં કોણ હોય? પીઆઈ એક જ હોય.. ડીસીબીમાં કોણ હોય.. ડીસીબી સાહેબ.. એસીપી સાહેબ.. બે પીઆઈ.. બધાને સાચવવાના અને છેલ્લે પીએસઆએઈ હોય, અને અમારી ટિમ હોય એમાં લાખમાં શું ઘંટો ભાગમાં આવે? અમારે તો શું % જ મારવાના ને?
આરોપીનો મિત્ર : આમાં તમારે ડીસીબી સાહેબ સુધી દેવું પડે?
વિજયગિરિ ગોસ્વામી : ઈ અમારા મેઈન ઓફિસર જ એ છે. કાલ સવારે એને ખબર પડે, લીધા છે અને મને કંઈ કર્યુ નથી તો અમને વાંધો આવે તો કે હાલ.. એટલે તને કહી છી શું કે આયા અમારા એક પૂરતું નથી. આયા ઉપર કેટલાય બેઠા છે સમજી ગયો તું.. એટલે બધાયનું થાતું હોય આમાં.. અમારા એક પૂરતું હોય ને તો તે કીધુને મને ઈ ફિગરમાં હું કરી નાંખત પૂરું. કે હાલ ભાઈ લઈ લે..
આરોપીનો મિત્ર : સારું પણ ભાઈ એથી વધારે દે તેમ નથી એ..
વિજયગિરિ ગોસ્વામી : તો કાંઈ વાંધો નહીં વધારે ન દે તો બાકી છેલ્લે 3 લગી છે.
આરોપીનો મિત્ર : છેલ્લા 3 લાખ રૂપિયા?
વિજયગિરિ ગોસ્વામી : હા તું મને કે.. હું સાહેબને કહું.