ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ લોકસભા ચૂંટણી અન્વયે કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાય અને શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તે માટે રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકક્ષક હર્ષદ મહેતા દ્વારા સુચના અપાતા જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં કુલ 3 ઇસમો નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ.
- Advertisement -
જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.જે.પટેલ તથા પીએસઆઇ ડી.જે.ઝાલા તથા પોલીસ સ્ટાફ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઝુંબેશ શરૂ કરી છે. જે પૈકી સી-ડીવીઝન પોલીસમાં પ્રોહિબીશન ગુનામાં નાસતા ફરતા આરોપી કરણનાથા કોડીયાતર રહે.માણાવદર વાળાને ઝડપી પાડી તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનના હથિયારના ગુનામાં નાસતો ફરતો આરોપી અબુ આરબ કેવલ રહે.સાંથલપુરવાળાને જૂનાગઢથી ઝડપી પાડેલ જ્યારે તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી જયેશ ભાયાભાઇ ગઢવી રહે.જૂનાગઢવાળાને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ત્રણેય ઇસમો વિરૂઘ્ધ જેતે પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.