11 હજાર ચોરસ ફૂટ જગ્યામાં ફેલાયેલા જીમના બધા ટ્રેડમીલમાં કઊઉ સ્ક્રીન ઉપલબ્ધ
જીમમાં બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો વ્યાયામ કરી શકે તેવા તમામ સાધનોનો સમાવેશ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનું જાણીતું જલજીત ગૃપનું નવું સોપાન ધ જીમ વર્લ્ડ ક્લબ નું ગ્રાન્ડ ઓપનીંગ માનનીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ખોડલઘામ પ્રમુખ નરેશભાઇ પટેલ તેમજ ડો. ભરતભાઇ બોઘરાના વરદ હસ્તે કરવામાં આવશે.
આજના આ ઝડપી અને આધુનીક યુગમાં દરેક વર્ગ પોતાની કમાવવાની ક્ષમતા કરતા પણ વધુ મહેનત કરી વધુ નાણા કમાવવાની હરણફાળ હરીફાઇમાં લાગી ગયો છે. ત્યારે સાથો સાથ શરીરની તંદુરસ્તી તેમજ શરીરને સાચવવા પાછળ પણ પરતું ધ્યાન આપવું એ આપણી પ્રાથમિક જરૂરીયાત છે.
વધુ પડતો કાર્યક્ષમતાને કારણે ખોરાકથી જ શરીરને પુરતુ પોષણ મળતુ નથી શરીરનું કૌશલ્ય જાળવી શકાતુ નથી આપણે સાથો સાથ વ્યાયમ અને જીમ પણ હાલના તબ્બકે કરવા જરી બન્યા છે. અમો આપની અને રાજકોટ શહેરના તમામ લોકોની સ્વાસ્થયની જાળવણી બાબતે અને ફીટનેસને ધ્યાને રાખી ધ જીમ વર્લ્ડ ક્લબ મવડી મેઇન રોડ, રાજકોટ ખાતે શુભ આરંભ તા. 5/06/2022 ને રવીવાર સમય સાંજે 5:30 ના રોજ કરી રહયા છીએ, રાજકોટમાં જીમ તો ઘણા છે પરંતુ આ જીમ રાજકોટનુ સૌથી મોટુ અને વિશાળ ફીટનેસ સેન્ટર બની રહેશે. જેમાં આશરે 11000 ચોરસ ફૂટ વિશાળ જગ્યામાં ફેલાયેલુ છે. જેમાં ફીટનેસ ને સંબધીત દરેક પ્રકારની મશીનરીનો નાના બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો વ્યાયામ કરી શકે તેવા તમામ સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
ધ જીમ વર્લ્ડ ક્લબ’ માં વપરાતા દરેક સાધનોનો નીપૂર્ણ અને અનુભવી ટ્રેનર દ્વારા ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવામાં આવે છે. જેના પરીણામે લોકોને ઇજામુકત સાધનો દ્વારા સંપૂર્ણ સલામતી ની પુરી ખાતરી આપવામાં આવે છે, જેને કારણે તેમને સુરક્ષીત વાતાવરણ મળે છે કે જેથી તેમના ફીટનેસ નિત્યક્રમમાં કોઇ અવરોધ થતો નથી અને નીયમીત પગે ફોલો કરી શકે છે. ધ જીમ વર્લ્ડ ક્લબ 360 ડીગ્રી (ક્રોસ ફીટ સીન) ફીટનેસ સોલ્યુશન પ્રદાન કરે છે. બધા ટ્રેડમીલમાં એલ.ઇ.ડી. સ્ક્રીન મુકવામાં આવેલ છે. જેથી જીમને લગતી કસરતો વિડીયોગ્રાફી દ્વારા સહેલાઇથી સમજાવી શકાય છે.