ભઠ્ઠીના સાધનો મળી 10 હજારનો મુદ્દામાલ સાથે નામચીન બુટલેગર રાજદીપ આહીરને કઈઇએ ઝડપી પાડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જંગલેશ્વર વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કુલ 10 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રાધાકૃષ્ણનગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાં એલસીબીની ટીમે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો 1500 લિટર, દેશી દારૂ 150 લીટર અને ભઠ્ઠીના સાધનો મળી રૂા.10 હજારનો મુદ્દામાલ સાથે નામચીન બુટલેગર રાજદીપ આહીરને દબોચ્યો હતો. એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.પી. બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ રવીરાજ પટગીર તતા સત્યજીતસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે જંગલેશ્વરના રાધાકૃષ્ણનગરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠીમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો 1500 લીટર રૂ. 3 હજાર, દેશી દારૂ 150 લીટર રૂા.3 હજાર અને દારૂની ભઠ્ઠીને સાધનો રૂા.ચાર હજાર મળી કુલ 10 હજારનો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા રાજદિપ કાળુ ચાવડા (ઉ.23) (રહે. રાધાકૃષ્ણનગર શેરી નં.20)ને દબોચ્યો હતો. જયારે દરોડાની ગંધ આવી જતા દારૂની ભઠ્ઠી ચલાવતા મુકતાબેન લક્ષ્મણ દલસાણીયા નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ આદરી હતી. ઉલ્લેખનીય છે કે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા પકડાયેલો રાજદીપ આહીર વિરૂદ્ધ દારૂ, જુગાર અને મારામારી સહિતના અઢળક ગુના નોંધાયેલા છે.
જંગલેશ્ર્વરમાં દારૂની ભઠ્ઠી પર કઈઇના દરોડા: 1500 લિટર આથો જપ્ત
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/11/6-1.jpg)