ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગામ અજમેર ગામની અડસીકી સીમ વિસ્તારમાં આવેલા વાડી (ખેતર)માં આરોપીએ પોતાના કબજાવાળી જગ્યામાં ગેરકાયદે રીતે તુવેરના વાવેતર વચ્ચે વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા)ના છોડનું વાવેતર કરેલું છે તેવી ચોક્કસ હકીકત મળેલી હોય જેથી પોલીસ ઈન્સ્પેકટર વિંછીયા દ્વારા રેડ કરી આરોપી વનરાજભાઈ ભુપતભાઈ ગંજેળીયાના ખેતરમાંથી 55 કિલો 580 ગ્રામ ગાંજો મળી આવતા આરોપી ઉપર વિંછીયા પોલીસ સ્ટેશનમાં તા. 20-11-2024ના રોજ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(બી), 8(સી), 20(બી)(બે)(સી), 20(એ)(એક) મુજબ ગત તા. 19-2-2025ના રોજ ધરપકડ કરવામાં આવેલી હતી ત્યારબાદ આરોપીને જેલહવાલે કરવામાં આવેલા હતા.
- Advertisement -
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેકટર વિંછીયા દ્વારા અધિકારીઓને ચોક્કસ હકીકત મળેલી હોય કે વિંછીયા તાલુકાના અજમેર ગામની અડસીકી સીમમાં વનરાજભાઈ ભુપતભાઈ ગંજેળીયાએ પોતાના કબજાવાળી જગ્યામાં ગેરકાયદે રીતે તુવેરના વાવેતર વચ્ચે વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા)ના છોડનું વાવેતર કરેલું છે તેવી ચોક્કસ હકીકત મળેલી હોય પોલીસ ઈન્સ્પેકટર વિંછીયા દ્વારા રેડ કરી આરોપી વનરાજભાઈ ભુપતભાઈ ગંજેળીયાના અટક કરી પ્રથમ પ્લાસ્ટિકની મોટી કોથળીમાં છોડ નંગ 7 જેનો નેટ વજન 15 કિલો 570 ગ્રામ ત્યારબાદ બીજી પ્લાસ્ટિકની મોટી કોથળીમાં છોડ નંગ 7 જેનો નેટ વજન 4 કિલો 770 ગ્રામ ત્યારબાદ ત્રીજી પ્લાસ્ટિકની મોટી કોથળીમાં નેટ વજન 21 કિલો 7 ગ્રામ આમ કુલ ગાંજાના છોડ નંગ 24 જેનો કુલ નેટ વજન 55 કિલો 580 ગ્રામ ગાંજો પકડી જેની કુલ કિંમત રૂા. 5,55,800 પુરા ગણી પોલીસ અધિકારીઓએ બે રાહદારી પંચોને સાથે રાખી ઉપરોક્ત શંકાસ્પદ સ્થળે ઉપરોક્ત આરોપી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપાય જતાં તેઓની વિરુદ્ધ વિંછીયા પોલીસ સ્ટેશન રાજકોટ દ્વારા ગત તા. 19-2-2025ના રોજ એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબનો ગુનો નોંધી આ કામના આરોપીની અટક કરી કોર્ટમાં રજૂ કરવામાં આવેલો હતો ત્યારબાદ સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટ રાજકોટ દ્વારા આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલો હતો.
ત્યારબાદ આ કામના આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારવામાં આવતા તે જામીન અરજી નામંજૂર થતાં જેથી આરોપી વતી રોકાયેલા એડવોકેટ રણજીત બી. મકવાણાએ કરેલી દલીલો અને રજૂ રાખેલા ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા સિદ્ધાંતો તથા વડી અદાલતના રજૂ રાખેલા ચૂકાદાઓ ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે ઉપરોક્ત આરોપીને આ ગુન્હાના કામ સબબ જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો હતો.
આ કામમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ. જાદવ તેમજ મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મેહુલભાઈ એ. પાડલીયા રોકાયેલા હતા.