પન્નુ હત્યાના કાવતરાના કેસમાં કાર્યવાહી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા,
- Advertisement -
ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને સોમવારે અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નિખિલે હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં પોતાને નિર્દોષ બતાવ્યો હતો. કોર્ટે 28 જૂન સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને શુક્રવારે ચેક રિપબ્લિકથી અમેરિકા લાવવામાં આવ્યો હતો. અમેરિકાની સરકારની વિનંતી પર ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. નિખિલ ગુપ્તાના વકીલના જણાવ્યુ હતું કે, ’તેમના અસીલને સોમવારે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમણે પોતાને નિર્દોષ બતાવ્યો હતો. આ મામલો બંને દેશો માટે ઘણો જટિલ છે. પરંતુ મહત્વપૂર્ણ પણ છે તેથી અમે કોઈપણ પ્રકારની ઉતાવળ ટાળવા માંગીએ છીએ.’ નિખિલ ગુપ્તાએ કોર્ટ સમક્ષ કહ્યું કે તેના પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે. અગાઉ, ચેક રિપબ્લિકની કોર્ટે નિખિલ ગુપ્તાને અમેરિકા પ્રત્યાર્પણ કરવાની વિનંતીને ફગાવી દીધી હતી. ત્યારે હવે ન્યૂયોર્ક કોર્ટે નિખિલ ગુપ્તાને 28 જૂને સુનાવણી સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.