ભૂત – પ્રેત, મેલીવિદ્યા અને આત્મા જેવી બાબતમાં અનેક લોકો વિશ્વાસ કરતા હોય છે. આ બાબતને ક્રિશ્ચિયાનિટી સહિતના ધર્મોનો પણ સપોર્ટ છે. પરંતુ શું તમે જાણો છો કે, વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં આ વિષયે અભ્યાસ કરવામાં આવે છે.
અનેક લોકોને ભૂત પ્રેત અને અલૌકિક ઘટનાઓમાં રસ હોય છે. જેમને હોરર સિરિયલો અને પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશન જેવા શો જોવાનું પણ ગમતુ હોય છે. આવા લોકોને એક વાત જાણીને નવાઈ લાગશે કે, વિશ્વની કેટલીક ટોપની યુનિવર્સિટીઓમાં ‘ભૂતિયા’ અને ડરામણા અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. વિશ્વભરની ઘણી યુનિવર્સિટીઓ પેરાનોર્મલ સાયન્સ, પેરાસાયકોલોજી, મેલીવિદ્યા અને અલૌકિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમ ચાલે કરે છે. ચાલો જાણીએ આ યુનિવર્સિટીઓ વિશે.
- Advertisement -
થોમસ ફ્રાન્સિસ યુનિવર્સિટી
બ્રિટનની થોમસ ફ્રાન્સિસ યુનિવર્સિટીમાં પેરાનોર્મલ સાયન્સ કે પેરાસાયકોલોજી જેવા અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. આ યુનિવર્સિટી એક મેટાફિઝિક્સ સ્કૂલ છે જે મેટાફિઝિકલ સાયન્સમાં આધ્યાત્મિક રીતે આધારિત બેચલર, માસ્ટર અને પીએચડી ડિગ્રી આપવામાં આવે છે. આ અભ્યાસક્રમો એવા વિદ્યાર્થીઓ માટે છે જે પેરાનોર્મલ અથવા પેરાસાયકોલોજી સંશોધન કરવા માંગે છે. જે લોકો ભૂતોને પકડવા માટે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશન ટીમનું નેતૃત્વ કરવાનું વિચારી રહ્યા છે તેઓ પણ આ અભ્યાસક્રમોનો અભ્યાસ કરી શકે છે. જે લોકો પુસ્તકો લખે છે અને પેરાનોર્મલ પ્રવૃત્તિઓ પર લેક્ચર આપે છે તેઓ પણ અહીંયા આવીને અભ્યાસ કરી શકે છે.
એડિનબર્ગ યુનિવર્સિટી
બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં પેરાસાયકોલોજીનો અભ્યાસ કરી શકાય છે. મનોવિજ્ઞાનમાં પીએચડી વિદ્યાર્થીઓ માટે પેરાસાયકોલોજીને રિસર્ચના સંભવિત ક્ષેત્રમાં લિસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ પેરાનોર્મલ પ્રવૃત્તિ વગેરે વિશેની માન્યતાઓ વિશે રિસર્ચ કરી શકે છે. અહીં બે સુપરવાઇઝર છે જેમની પાસેથી રિસર્ચર શીખી શકે છે. જેમાં પહેલા પીટર લેમેન્ટ છે, જેમની રુચિ જાદુ અને પેરાનોર્મલના ઇતિહાસ અને મનોવિજ્ઞાન તેમજ મનોવિજ્ઞાનના વ્યાપક ઇતિહાસ અને સિદ્ધાંતમાં છે. બીજી કેરોલિન વોટ છે જેમને પેરાસાયકોલોજીમાં રસ છે.
- Advertisement -
ઓસ્લો યુનિવર્સિટી
નોર્વેની રાજધાનીમાં આવેલી ઓસ્લો યુનિવર્સિટીમાં ઘણા કોર્સ અંગ્રેજીમાં શીખવવામાં આવે છે. આ અભ્યાસક્રમોમાંથી એક ‘મેલીવિદ્યા અને જાદુ’ મોડ્યુલ છે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓને જાદુના સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ કરવાની તક મળે છે. જ્યાં આધુનિક યુરોપના શરૂઆતના સમયમાં વિચ હન્ટના સમયગાળા પર કેન્દ્રિત કરવામાં આવે છે. તે સમય જતાં જાદુ, મેલીવિદ્યા અને “ટ્રોલ્ડમ”ની અવધારણાઓ કેવી રીતે બદલી તે શીખવામાં આવે છે. આવનારી પરંપરાઓમાં જાદુ કેવી રીતે કરવામાં આવે છે તેનો પણ અભ્યાસ કરાશે.
મેસેચ્યુસેટ્સ એમ્હર્સ્ટ યુનિવર્સિટી
અમેરિકાની મેસેચ્યુસેટ્સ એમ્હર્સ્ટ યુનિવર્સિટી “ધ પેરાનોર્મલ: વેઝ ઓફ થિંકિંગ અબાઉટ ધ અનનોન” નામનો ત્રણ-ક્રેડિટનો ઓનલાઈન કોર્સ ચાલે છે. આ કોર્ષ વિશ્વાસ અને વિજ્ઞાન વચ્ચેના અંતરને દૂર કરે છે. એનાથી એ વાત બહાર આવે છે કે મનુષ્યો વાસ્તવિક અને અવાસ્તવિક વચ્ચે ભેદ પાડવાનો પ્રયાસ કેવી રીતે કરે છે. આ કોર્ષમાં ભૂત, યુએફઓ કે બિગ ફૂટના અસ્તિત્વને સાબિત કે ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે નહીં, પરંતુ પેરાનોર્મલના ઇતિહાસ, સાહિત્ય અને વિજ્ઞાનની શોધ કરવામાં આવે છે.
ઓટ્ટાવા યુનિવર્સિટી
કેનેડાની ઓટ્ટાવા યુનિવર્સિટીમાં, વિદ્યાર્થીઓ ‘મેલીવિદ્યા, જાદુ અને ગુપ્ત પરંપરાઓ’ શીખે છે. આ કોર્ષ ત્રણ ક્રેડિટનો છે અને તે લેક્ચર તરીકે શીખવવામાં આવે છે. આ મોડ્યુલ પેરાનોર્મલ ઘટનાઓમાં માન્યતા પર બનેલી પરંપરાઓ અને પ્રથાઓના ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક અને ક્રોસ-સાંસ્કૃતિક સંશોધનને આવરી લે છે. જેમાં જાદુટોણા, જાદુ, ગુપ્ત વિદ્યા અને ધાર્મિક પ્રથાના પરંપરાગત ખ્યાલોના સંબંધમાં સંબંધિત અનુભવોનો સમાવેશ થાય છે.