રોકાણકારોનાં નાણાં ડૂબ્યા: ઈશ્યુ પ્રાઈઝ 1960 સામે BSE પર 1.5% ડિસ્કાઉન્ટથી રૂ.1931 પર તો NSE પર રૂ.1934 પર નબળું લિસ્ટિંગ: મોટા ભાગનાં રિટેલ ઇન્વેસ્ટરો IPOથી દૂર રહ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કોરિયન કાર ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) પર રૂ.1931 પર આજે સૂચિબદ્ધ થયો છે, જે ઈશ્ર્યૂ કિંમત કરતાં 1.5% નીચો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર શેર રૂ.1934માં લિસ્ટ થયો હતો, જે ઈશ્ર્યુ પ્રાઈસ કરતા 1.3% નીચે હતો. આ પ્રારંભિક જાહેર ઓફરની ઇશ્ર્યૂ કિંમત રૂ.1960 હતી. નાના રોકાણકારોની દહેશત સાચી પડી છે. જેવું વિચાર્યુ હતુ તેવુ જ થયું IPO પ્રાઇઝ બેન્ડથી પણ નીચે લિસ્ટ થયો છે.
આ IPO 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી બિડિંગ માટે ખુલ્લો હતો. IPO ત્રણ ટ્રેડિંગ દિવસોમાં કુલ 2.37 વખત સબસ્ક્રાઇબ થયો હતો. તે રિટેલ કેટેગરીમાં 0.50 ગણું, ક્વોલિફાઈડ ઈન્સ્ટિટયુશનલ બાયર્સ (QIB)માં 6.97 ગણું અને નોન-ઈન્સ્ટિટયુશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 0.60 ગણું સબસ્ક્રાઈબ થયું હતું.જોકે, આ IPO દરમિયાન ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP)માં પણ ભારે વધઘટ જોવા મળી હતી. શરૂઆતમાં, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના શેરનો જીએમપી સપ્ટેમ્બરના અંતે રૂ.570 પર પહોંચ્યો હતો, પરંતુ ગયા અઠવાડિયે તે ઝડપથી ઘટીને નકારાત્મક થઈ ગયો હતો.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનો આ ઇશ્ર્યૂ કુલ રૂ.27,870.16 કરોડનો હતો.. આ માટે, કંપનીના હાલના રોકાણકારોએ ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા રૂ.27,870.16 કરોડના મૂલ્યના 142,194,700 શેર વેચ્યા હતા. હ્યુન્ડાઈએ કોઈ નવા શેર જારી કર્યા નથી. આ દેશનો સૌથી મોટો IPO છે. અગાઉ, સૌથી મોટા IPOનો રેકોર્ડ કઈંઈના નામે હતો, જે રૂ.20,557 કરોડનો ઈશ્ર્યુ લઈને આવ્યો હતો.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડે આ ઈસ્યુની પ્રાઇસ બેન્ડ રૂ.1865-રૂ.1960 નક્કી કરી હતી. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 7 શેર માટે બિડ કરી શકે છે. જો તમે રૂ.1960ના IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરી હોત, તો તમારે રૂ.13,720નું રોકાણ કરવું પડત. તે જ સમયે, છૂટક રોકાણકારો વધુમાં વધુ 13 લોટ એટલે કે 98 શેર માટે અરજી કરી શકે છે. આ માટે રોકાણકારોએ અપર પ્રાઇસ બેન્ડ મુજબ રૂ.192,080નું રોકાણ કરવું પડશે.