GeM પોર્ટલ પર સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગનું ઈ-લોન્ચિંગ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદહસ્તે આજે નવી દિલ્હીમાં GeM પોર્ટલ પર સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગને ઈ-લોન્ચ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા (ગઈઞઈં) ના પ્રમુખ દિલીપ સંઘાણી એનસીયુઆઈ અને સહકાર મંત્રાલય (ભારત સરકાર) આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. GeM આ ઈ-લોન્ચ સાથે તમામ પાત્ર સહકારી મંડળીઓ GeM પોર્ટલ પર ઓર્ડર આપવાનું શરૂ કરી શકશે. તાજેતરમાં સહકાર મંત્રાલયે તેની સલાહકારમાં ગઈઞઈંને સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગની સુવિધા આપવા GeM સાથે સંકલન કરવા અને ઓન-બોર્ડિંગની પ્રક્રિયામાં સહકારી સંસ્થાઓને હાથ ધરવા માટે નોડલ એજન્સી બનાવી હતી.
- Advertisement -
આ અવસરે અમિત શાહે જણાવ્યું હતું કે આજનો દિવસ ભારત માટે ખુબ મહત્વનો છે. ઇતિહાસના પાના ઉપર 9 ઓગસ્ટની તારીખ ખુબ મહત્વ ધરાવે છે, આજે મહાત્મા ગાંધીએ આંદોલન માટે આહવાન કર્યું હતું અને કરોડો લોકો આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા હતા. આજે સહકારી સંસ્થાઓ માટે પણ મહત્વનો દિવસ છે જયારે સહકારી સંસ્થાઓ માટે GeM ના દરવાજા ખુલ્યા છે.
સરકારી સંસ્થાઓ માત્ર GeM ના માધ્યમથી ખરીદી કરે છે. સહકારી સંસ્થાઓએ પણ મોટી સંખ્યામાં પોર્ટલ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. કો -ઓપરેટિવે પોતાનું માર્કેટિંગ વધારવું જોઈએ જેમાં નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા અહમ ભૂમિકા અદા કરે તેવી વિનંતી કરતા GeM પોર્ટલ આ કામગીરી માટે સૌથી મોટું અને મહત્વનું માધ્યમ બનવાનો શાહે વિશ્વાસ અપાવ્યો હતો.