ભારત-મિડલ ઈસ્ટ કોરિડોરથી ચીનના પેટમાં દુખાવો, ચીની વિદેશ મંત્રાલયે આપ્યું આ નિવેદન
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં યોજાયેલી ૠ-20 ઘણા વૈશ્ર્વિક મુદાઓ અને દેશો-દેશો સાથે કેટલા મહત્વના એગ્રીમેન્ટને મંજૂરી મળી. જેમાં ભારત માટે ખૂબ જ મહત્વ એવા મધ્ય પૂર્વ, અમેરિકા અને યુરોપ સાથે કોરિડોર બનાવવા માટે સમજૂતી થઈ હતી. આ કોરિડોર માટે એવું મનાઈ છે કે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને ટાર્ગેટ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જેને લઈ ચીનને પેટમાં દેખુવો થઇ શકે છે. આ મામલે ચીનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ચીને ગઇકાલે નિવેદન આપતા કહ્યું હતું કે, અમે આ કોરિડોરનું સ્વાગત કરીએ છીએ, પરંતુ તેનો હેતુ સાથે મળી વિકાસ અને કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાનો હોવો જોઈએ. તે ભૌગોલિક રાજનીતિનું હથિયાર ન બનવું જોઈએ. ઈંખઊઈ હેઠળ તૈયાર થયેલ આ પ્રોજેક્ટ ભારતના બંદરોને ઞઅઊના જળમાર્ગ સાથે જોડશે.
- Advertisement -
ચીનના BRI પ્રોજેક્ટ માટે પડકાર
આ પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ મહત્વનો મનાય રહ્યો છે. આ પ્રોજેક્ટને વિકસાવવા માટે સંકળાયેલા તમામ દેશોએ સાથે આવી ખઘઞ પર હસ્તાક્ષર પણ કર્યા છે. આ પ્રોજેક્ટ અંગે કેટલાક નિષ્ણાતો જણાવે છે કે આ કોરીડોર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (ઇછઈં)ને સીધો પડકાર આપી શકે છે. ચીન તેના આ પ્રોજેક્ટને તૈયાર કરવા છેલ્લા 10 વર્ષથી મહેનત કરી રહ્યું છે. ચીનને આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે અત્યાર સુધીમાં અબજો ડોલરનો ખર્ચ કર્યો કરી નાખ્યો છે.
આ પ્રોજેક્ટ ચીન માટે માથાનો દુખાવો
ઈંખઊઈ હેઠળ તૈયાર થયેલ આ પ્રોજેક્ટ ભારતના બંદરોને ઞઅઊના જળમાર્ગ સાથે જોડશે. ત્યારબાદ તેને રોડ અને રેલ દ્વારા સાઉદી સાથે જોડવામાં આવશે. પછી જોર્ડન, ઈઝરાયેલ અને ઈટલી સાથે તેની કનેક્ટિવિટીને વધારવામાં આવશે. ચીનના ઇછઈં પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો 2013થી તેની શરૂૂઆત થઇ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ચીન સાથે અત્યાર સુધીમાં 150થી વધુ દેશોએ હસ્તાક્ષર કર્યા છે. જેના લીધે ચીનનો વિશ્ર્વમાં વધતો દબદબો મિડલ ઇસ્ટ કોરિડોર દ્વારા સમાપ્ત થઇ શકે છે અને વિશ્ર્વના અન્ય દેશોની કનેક્ટિવિટીને ભારત સાથે જોડવામાં મદદ મળી શકે છે.