અંબિકા ટાઉનશિપ વિસ્તારમાંથી દારૂના અડ્ડા પકડાયા બાદ
સ્ટે. ચેરમેન ઠાકરે ઓપરેશન કરવા સૂચના આપી હતી: સ્થળ પર માલિકોના તંત્ર પર બેફામ આક્ષેપો: વધુ પોલીસ કાફલો બોલાવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના વોર્ડ નં.11માં આવેલા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં થોડા સમય પહેલા જનતા રેડમાં દારૂની ભઠ્ઠી પકડાઈ હતી. આ ગેરપ્રવૃતિ ચલાવતા ગેરકાયદે બાંધકામોનુ આજે સવારે ડિમોલીશન રાખવામા આવતા મકાનમાલિક સહિતના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તે બાદ વધારાની પોલીસ બોલાવાતા અને અન્ય આગેવાનો પણ પહોંચતા રકઝક વચ્ચે સવારે ડિમોલીશન રોકી દેવાયુ હતુ. આમ છતાં ગેરકાયદે બાંધકામ તોડવા કમિશ્ર્નરે સૂચના આપી છે.
થોડા સમય પહેલા સ્ટે. ચેરમેન જયમીન ઠાકર આ જગ્યાએ તપાસ પર ગયા હતા અને ત્યાં ગેરકાયદે બાંધકામ જોવા મળતા તેમણે લોકોની ફરિયાદ પરથી આ મકાનો તોડવા સુચના આપી હતી જેથી આજે સવારે ટીપી સ્ટાફ પહોંચતા ઘેરી લેવામા આવ્યો હતો. બાદમાં તાલુકા પોલીસ કાફલો પણ દોડી ગયો હતો.
ગત તા.21 સપ્ટે.ના રોજ સ્થાનિક લોકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. કોર્પો.ના પદાધિકારી અને અધિકારીઓએ આ અડ્ડાના બાંધકામ અંગે તપાસ કરતા તે ગેરકાયદે અને રસ્તા પર હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. આમ છતાં આ બાંધકામોને નોટીસ આપી આસામીઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં આજે ટીપીની ટીમ વીજીલન્સ પોલીસ સાથે પહોંચતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
- Advertisement -
આ લોકોએ બુલડોઝર ફેરવવાનો વિરોધ કર્યો હતો અને બાંધકામ તોડવા દીધા નહતા. આથી તાલુકા પોલીસને જાણ કરવામા આવી હતી. આ બાંધકામો બચાવવા માંગતા લોકોએ કોર્પો. પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તેઓ 20 વર્ષથી રહેતા હોવાના કાગળો રજૂ કર્યા હતા અને બિલ્ડરોને લાભ કરાવવા ખોટી રીતે ડિમોલીશન કરાતુ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ માથાકૂટ વચ્ચે પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર પણ પહોંચ્યા હતા તેમણે પણ કોર્પો. અને પોલીસના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. કમિશ્ર્નર દેવાંગ દેસાઈએ આ ગેરકાયદે બાંધકામો તોડવા સૂચના આપી હતી છતાં સ્થળ પર માથાકૂટ જેવુ વાતાવરણ હોય મોડે સુધી ડિમોલીશન શરૂ થઈ શકયુ ન હતુ.