રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના 40 કેસ સામે આવતાં લોકોમાં ચિંતા ફેલાઇ છે, જો કે આરોગ્યંત્રીએ કહ્યું કે, કોરોનાના JN.1 વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી બસ સતર્ક રહો.
કોરોનાનો ગુજરાતમાં ધીમીગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.1ના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ગુજરાતમાં હાલ કોરોનાના 66 કેસ એક્ટિવ છે, પણ આ આંકડો અઠવાડિયા પહેલા ફક્ત 23 સુધી સીમિત હતો. જો કે આરોગ્યંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,કોરોનાના JN.1 વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી બસ સતર્ક રહેવાની જરૂર છે.
- Advertisement -
ગુજરાતમાં JN.1ના વેરિએન્ટના 40 કેસ છે, પરંતુ રાહતની વાત એ છે કે 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરીએન્ટને કારણે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું, સાથે જ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.
હાલ ગુજરાતમાં કુલ 66 એક્ટિવ કોવિડ કેસ છે, જેમાંથી..
અમદાવાદ – 47
રાજકોટ – 10
ગાંધીનગર – 4
દાહોદ – 1
ગીર સોમનાથ – 1
કચ્છ – 1
મોરબી – 1
સાબરકાંઠા – 1
રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના સંખ્યાબંધ કેસ સામે આવતાં લોકોમાં ચિંતા ફેલાઇ છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના JN.1 વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે.હાલ કોરોનાની ઘાતકતા ઘણી ઓછી છે પરંતુ ખાસ કરીને કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂર છે.