13ના મોત: મહારાષ્ટ્રમાં વધુ સંક્રમણ
કોરોનાના દૈનિક કેસોમાં ગઈકાલે આંશિક રાહત મળ્યા બાદ મહામારીએ ફરી ઉથલો માર્યો હોય તેમ આજે ફરી 10000થી વધુ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના નવા 12249 કેસ નોંધાયા હતા. જયારે એકટીવ કેસોની સંખ્યા વધીને 81687 થઈ છે જે ગઈકાલની સરખામણીએ 2374 વધુ છે. દેશમાં સૌથી વધુ 3659 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. મુંબઈમાં 1681 નવા કેસ હતા. પાટનગર દિલ્હીમાં સંક્રમણ વધતુ રહ્યું હોય તેમ નવા 1383 કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ નિપજયું હતું. ભારતમાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોના કેસ વધી રહ્યા હોવાથી સરકાર એલર્ટ છે અને અર્ધોડઝન રાજયોને આગમચેતીના પગલા લેવાનું સુચવવામાં આવ્યુ જ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ
રાજકોટમાં વિદેશીની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા ત્રણ કેસ : કચ્છમાં નવા પાંચ કેસ નોંધાયા
સમગ્ર સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોના સંક્રમણમાં રોજિંદા કેસોમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણમાં દર્દીઓ હોમ આઈસોલેટ થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન 21 પોઝિટીવ કેસ સામે 12 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ શહેર-5, ગ્રામ્ય-2, ભાવનગર-4, જામનગર-4, અમરેલી-1, અને કચ્છ-5, સહિત 21 પોઝિટીવ કેસ નોધાયા છે. રાજકોટ મહાનગરમાં વધુ પાંચ પોઝિટીવ કેસ નોધાયા છે જેમાં લક્ષ્મીવાડી. આંબેડકર અને યુ.એસ.એ.ની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ નોધાવા છે.