સેંટ હેલેનામાં માસ્ક પહેરવાની કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જરૂર નથી
છેલ્લા બે વર્ષમાં કોરોના વાયરસની મહામારીએ વિશ્વના મોટાભાગના દેશોને પોતાની ઝપેટમાં લીધા છે. તે જ સમયે, કોરોના વાયરસના સંક્રમણને કારણે લગભગ 50 લાખ લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કારણે લોકોને લાંબા સમયથી પોતાના ઘરમાં કેદ કરવાની ફરજ પડી છે. તે જ સમયે, વિશ્વમાં એક એવો દેશ છે, જે અત્યાર સુધી કોરોના મહામારીની ઝપેટથી દૂર રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, દક્ષિણ એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં આવેલા માત્ર 120 ચોરસ કિમીના ટાપુ પર કોરોના હજી સુધી પહોંચ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેંટ હેલેના નામનો ટાપુ વિશ્વના એવા કેટલાક સ્થળોમાંથી એક છે જ્યાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. હાલમાં, કોરોના મહામારી દરમિયાન સેંટ હેલેનામાં સંક્રમણનો એક પણ કેસ નોંધાયો ન હોવાને કારણે અહીં માસ્ક પહેરવાની કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જરૂર નથી. જો કે, અહીંના લોકોને વ્યક્તિગત રીતે સ્વચ્છ રહેવાની સલાહ આપવામાં આવી છે.
પ્રવાસીઓએ ક્વોરેન્ટાઇન રહેવું પડશે
ટાપુના તમામ પ્રવાસીઓએ બ્રેડલી કેમ્પમાં 14-દિવસનું આઇસોલેશન પૂરુ કરવું આવશ્યક છે, જે મૂળરૂપે એરપોર્ટ સ્ટાફ માટે કામચલાઉ આવાસ તરીકે બનાવવામાં આવ્યું હતું, જેથી કોરોના સંક્રમણનો પ્રકોપ અટકાવી શકાય. જો કે, આ વર્ષે જૂનમાં, તેને ઘટાડીને 10 દિવસની ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી.