ગરનાળાને ફરતે પાઈપ ગોઠવાયા ત્યારે ઊઠેલા વિરોધને નજરઅંદાજ કરવાનું પરિણામ
પ્રિ-મોન્સૂન કામગીરી થઇ ખરી, કાગળ પર ! તંત્રના હાકલા પોકળ સાબિત, રાહદારીઓ કાદવ ખૂંદીને પસાર થવા મજબૂર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
ટંકારામા સીઝનના પ્રથમ વરસાદે તંત્રની મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી. શહેરના હાઈવે પર બનાવાયેલા ઓવરબ્રિજ નીચેના ગરનાળામા વરસાદી પાણી ભરાઈ જતા તળાવ ભરાઈ જતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઈ રહી છે. અહીંયાથી પસાર થનારાઓ ગંદકી ખુંદીને માંદગીમાં પટકાવાના ડરે મજબુરીવશ પસાર થઈ રહ્યા છે. તાકીદે સફાઈ કરી દવા છંટકાવ કરવા અને ગરનાળા ને સિમેન્ટથી મઢી પાકો બનાવી સર્વિસ રોડથી લેવલ ઉંચુ લેવા ગંદકી ખુંદતા રાહદારીઓમાંથી માંગ ઉઠી છે. વિકાસ કામોની પિપુડી વગાડતા શાસકો, જવાબદાર તંત્ર દ્વારા પ્રિમોન્સુનના બણંગા ફુંકાતા હોવાની પ્રતિતી નગરજનો કરી રહ્યા છે. શહેર મધ્યેથી પસાર થતા હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવાયો છે. હાઈવેની બંને સાઈડ રહેણાંક ધંધા ફેલાયેલા હોવાથી ઓવરબ્રિજ નીચે રાહદારીઓ, વાહનચાલકોને પસાર થવા એમ. ડી. સોસાયટી સામે ગરનાળુ બનાવાયુ છે, પરંતુ સીઝનના પ્રથમ વરસાદે જ જવાબદારો ના બણગાની પોલ ખોલી નાંખી હતી.
- Advertisement -
ઓવરબ્રિજ નીચે બનેલુ ગરનાળુ બંને સાઈડ ના સર્વિસ રોડ થી નીચુ હોવાથી વરસાદી પાણી ગરનાળા મા ભરાઈ જવાથી હાઈવે ક્રોસ કરી નાળા નીચે પસાર થતા રાહદારીઓ, ટુવ્હિલર ચાલકોને ગંદકી ખુંદી ને માંદગી ને આમંત્રણ આપી મજબુરીવશ કમને પસાર થવુ પડે છે. ગરનાળા મા પાણી ભરાવાથી કિચડ સાથે ગંદકી એટલી ફેલાઈ છે કે પસાર થનારાઓને નાકે ડુચો ભરાવી વિકલ્પ ન હોવાથી પસાર થવુ પડે છે. કાયમ નાની કામગીરી મા પણ ફોટાશેસન કરી કામગીરી કર્યા ની ફિસીયારી ઠોકતુ આરોગ્ય તંત્ર પણ અહીંયા ઉપેક્ષા કરતુ હોવાનુ સ્પષ્ટ થયુ છે. વર્તમાન સમયે કોરોના હાવી થઈ રહ્યો છે. ત્યારે કાદવ કીચડ ના સામ્રાજ્ય થી કોરોના જેવી બિમારીઓ ફેલાવાની શક્યતા વધી હોવા છતા હાઈવે કાંઠાઓ તથા હાઈવે નીચે ના નાળાઓ તાત્કાલિક ઝુંબેશ ચલાવી સાફ સુથરા કરવા ગંદકી ખુંદતા નગરજનો માથી માંગણી ઉઠી છે. અગાઉ હાઈવે ઓથોરિટીએ અકસ્માતના બહાના ધરી પ્રજાજનોના પગની કઢી થાય એવો મનસ્વી નિર્ણય કરી હાઈવે નીચેના ગરનાળા ફરતે લોખંડ ના પાઈપ જમીનમાં જડી વાહનચાલકોની આવનજાવન બંધ કરી હતી, વિરોધ કરી ગરનાળુ ઢોર વાડો બનવાની, ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાની દહેશત વ્યક્ત કરી સુવિધા માટે ગરનાળાને ખુલ્લુ રાખી ચહલપહલ રહેશે તો ગંદકી નહીં થાય એવી રજૂઆતો તંત્રના બહેરા કાને સાંભળી નહોતી. આ માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટેલા ધારાસભ્ય પાસે યોગ્ય રજૂઆત કરી હતી.



