રાજકોટમાં કોરોનાનો ફરી પગપેસારો થતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મોટો નિર્ણય લીધો છે. તેમણે ઓફિસના તમામ સ્ટાફને ફરજિયાત માસ્ક પહેરવા જણાવ્યું છે.
ચીનમાં ફરી ભયાનક પરીસ્થિતિ સર્જાતા કેન્દ્ર અને ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઇ છે. કેન્દ્રએ તમામ રાજ્યોને સૂચના આપી છે કે કોઇપણ પોઝિટિવ કેસ આવે તો તેના જીનોમ સિક્વન્સિંગ કરી વેરિએન્ટની તપાસ કરવામાં આવે. આ આદેશ આવ્યાના બીજા જ દિવસે રાજકોટ શહેરમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ રાજકોટ પોલીસ કમિશનરે મોટો નિર્ણય લીધો છે.
- Advertisement -
પોલીસ કમિશનરનો મહત્વનો નિણર્ય
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે તમામ સ્ટાફને માસ્ક પહેવાની સૂચના આપી છે. પોલીસ કમિશનર ઓફિસમાં તમામ સ્ટાફે માસ્ક પહેરવા ફરજિયાત છે. તમામ સ્ટાફને માસ્ક પહેરીને આવવાનો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આદેશ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ
નોંધનીય છે કે, ગત 18 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવતીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવાયા છે જેથી ક્યો વેરિએન્ટ છે તે સ્પષ્ટ કરી શકાય.
સેમ્પલ ગાંધીનગર મોકલાયા
18મી તારીખના રોજ યુવતી અમદાવાદથી બાય રોડ રાજકોટ પહોંચી હતી. આરોગ્ય તંત્ર દ્વારા 20 ડિસેમ્બરના રોજ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તારીખ 21ના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઘરના તમામ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.