રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિતે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સૌ. યુનિ મનોવિજ્ઞાન ભવન, ગિરિરાજ હોસ્પિટલ અને ખ્યાતનામ ડો. કમલ પરીખના સહયોગથી પ્રથમવાર “કોરોના કેર ટેકર” વર્ચ્યુઅલ તાલીમ શિબિરનો ઉદ્દઘાટન સમારોહ આજ રોજ યોજાયો હતો.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, મનોવિજ્ઞાન ભવન, ગિરિરાજ હોસ્પિટલ અને ખ્યાતનામ ડો. કમલ પરીખ દ્વારા દેશમાં પ્રથમ વાર યોજાતી ’કોરોના કેર ટેકર’ ઓનલાઇન તાલીમ શિબિરનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા : ગુરુપૂર્ણિમા નિમિતે મહેમાનો અને શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો
- Advertisement -
આગામી ૩૦ જુલાઈથી ત્રણ મહિના માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન, ગિરિરાજ હોસ્પિટલ અને ખ્યાતનામ ડો. કમલ પરીખના સહયોગથી કોરોના કેર ટેકર વર્ચ્યુઅલ તાલીમ શિબિરનું આયોજન થવા જઈ રહ્યુ છે. આ તાલીમ શિબિરનું ઉદ્દઘાટન રાજયના શિક્ષણમંત્રી માન. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉદ્દઘાટન કાર્યક્રમ ગુરુપૂર્ણિમા નિમિતે રાજકોટના હનુમાન મઢી પાસે આવેલ, ન્યુ એરા સ્કૂલ ખાતે, શાળા સંચાલકો, શિક્ષણવિદો અને મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમની શરુઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા એ જણાવ્યું હતુ કે દેશમાં કદાચ પ્રથમ જ વાર યોજાતી આ પ્રકારની શિબિરનો હેતુ સમાજને પ્રવર્તમાન પરિસ્થિતિમાં માનસિક, સામાજીક અને શારીરિક મજબુત બનાવવાનો છે. કોઈપણ વિપરિત પરિસ્થિતિમાં એક વોરિયર્સ તરીકે કેવી રીતે ટકી રહેવું તે માટે મનોસમાજિક, શૈક્ષણિક અને શારીરિક એવા મહત્વના ત્રણ પાસાઓ ઉપર નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમ શિબિર ૩૦ જુલાઈથી ૩૦ ઓકટોબર દરમિયાન દર શુક્રવાર અને શનિવારના રોજ વર્ચ્યુઅલી યોજાશે. વ્યસ્ત સમય હોવા છતાં શિક્ષણમંત્રી સાહેબ જોડાયા એ અમારા માટે આશીર્વાદ છે તેમ જાણવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષણમંત્રીશ્રીએ તેમના વર્ચ્યુઅલ ઉદ્દબોધનમાં રાજકોટમાં થતા આ નવતર પ્રયોગ જેમા શાળા, યુનિવર્સિટી સાથે હોસ્પિટલના ડોક્ટર જોડાઈ જે કાર્ય કરી રહ્યા છે તેના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રયોગમાં શાળા અને યુનિવર્સિટી સીધા એકબીજા સાથે જોડાયા તે બાબતને ભૂપેન્દ્રસિંહજીએ આવકાર્ય પગલું ગણાવ્યું હતું.
જાણીતા તબીબ ડો.કમલ પરીખ કે જેઓ હાલમાં લાઈફ કોચ તરીકે હાલ અમેરિકા ખાતે કાર્યરત છે, તેમણે તેમના વર્ચ્યુઅલ પ્રવચનમાં જણાવ્યું કે આવા કાર્યક્રમ અમેરિકામાં થાય છે પરંતુ રાજકોટમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું છે તે ગર્વની બાબત છે. તેમણે જણાવ્યું કે તેઓ મનોવિજ્ઞાન ભવન અને સ્વનિર્ભર શાળાના કાર્ય થી ખૂબ આનંદિત થયા છે અને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડે ત્યાં તેઓ હંમેશા તૈયાર છે. મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગસણએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ નો કઈક અલગ જ નાતો છે, જેથી આ પ્રકારના નવતર કાર્યક્રમો સાથે મળીને સમાજના ઉત્કર્ષ માટે કરી શકીએ છીએ. ગિરિરાજ હોસ્પિટલના ડો. મયંક ઠક્કરએ કોરોનાની શારીરિક માનસિક અસર નિવારવા આ તાલીમ ખૂબ યોગ્ય રહેશે અને જેથી સમાજને મજુબત નાગરિક મળી રહેશે તેવી આશા વ્યકત કરી હતી.
- Advertisement -
કાર્યક્રમના મુખ્ય મહેમાન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા જે તાલીમ આપવા જઈ રહ્યા છીએ તે ખરેખર લોકોને સામાજિક, માનસિક, શારીરિક, અને શૈક્ષણિક રીતે ખૂબ જ ઉપયોગી બનશે. અહીં ત્રણ શબ્દોનો ઉપયોગ કરવો ગમશે, સાધન – સાધ્ય – સાધક. એટલેકે અહીં શિક્ષક, મનોવૈજ્ઞાનિક, અને મેડિકલ લેવલ જયારે એકત્રિત થયું છે ત્યારે એમાં કશી જ ખામી નહિ રહે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેશાણીએ જણાવ્યું હતુ કે આ મહામારીના કપરા સમયમાં પણ મનોવિજ્ઞાન ભવને વિવિધ સર્વે કરી, લોકોને માનસિક સધિયારો આપી, ગ્રામ્ય લેવલે વેક્સિન સંદર્ભે લોકોમા રહેલી અંધશ્રદ્ધાને દુર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. અંતમાં સંચાલક મંડળના મહામંત્રી પરીમલભાઇ પરડવા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ શિબિરમાં શિક્ષકો, કોલેજના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને વ્યવસાયિકો જોડાઇ શકે છે. આ તાલીમ શિબિર તદ્દન નિ:શુલ્ક છે, પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું આનિવાર્ય છે. જે માટે આપેલ ગુગલ ફોર્મની લીંક https://forms.gle/ABpTJ2s288qxgY4t7 અથવા તો વધુ માહિતી માટે ડો.ધારા આર.દોશી, આસિસ્ટન્ટ પ્રોફેસર, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – ૯૫૭૪૨૭૯૧૦૧, મોનલભાઈ શુક્લ, કો ઓર્ડીનેટર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – ૯૯૨૫૦૧૧૩૦૫, અને વિપુલભાઇ ઘનવા, પ્રિન્સિપાલ, જય ઇન્ટરનેશનલ સ્કુલ – ૯૬૩૮૨૮૯૦૪૮ ઉપર સંપર્ક કરવા અયોજકો દ્વારા જણાવવામાં આવે છે.
આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ડો.પ્રફુલ્લ કામાણી, શિક્ષણાધિકારી કૈલા સાહેબ તેમજ શહેરના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ મહાનુભવો, શાળા સંચાલકો, તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોર કમીટિના સભ્યો જેમા મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, એફ.આર.સી કમીટીના સભ્ય અજયભાઇ પટેલ, રાજકોટ મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનયર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા સહીત કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા હાજરી આપી આયોજનને સફળ બનાવ્યું હતુ.