2020-21 માં ગુજરાતનાં જીલ્લાની સંખ્યા અતિ ઉત્તમ ગ્રેડમાં 22 હતી જે ઘટીને માત્ર પાંચ પર આવી ગઈ છે.: પંજાબ, રાજસ્થાન, સહિતના રાજયોમાં પણ આવી જ સ્થિતિ
કોરોના અને તેને પગલે આવેલા લોકડાઉને બાળકોની ભણવાની સ્પીડ ઘટાડી નાંખી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જિલ્લાનાં પર્ફોમન્સનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
- Advertisement -
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય વર્ષ 2020-21 અને 2021-22 માટે જીલ્લાઓમાં સ્કુલોનાં પર્ફોમર્ન્સ ગ્રેડીંગ સુચકાંક (પીજીઆઈ-ડી) પર રિપોર્ટ જાહેર કર્યો છે. ખાસ વાત એ છે કે કોરોના મહામારી શરૂ થયા બાદ સ્કુલી શિક્ષણના પર્ફોમર્ન્સમાં ઘણી અસર થઈ છે. રિપોર્ટ મુજબ 2021-21 ની તુલનામાં 2021-22 માં જીલ્લાનાં પર્ફોમન્સમાં ભારે ઘટાડો થયો છે. બે ટોપ શ્રેણી ગ્રેડ દક્ષ અને ઉત્કર્ષમાં કોઈ જિલ્લો સામેલ નથી.
ત્રીજો સર્વોચ્ચ ગ્રેડ અતિ ઉતમમાં આવનારા જીલ્લાઓની સંખ્યા પણ ઘણી ઓછી થઈ છે. 2020-21 માં રાજસ્થાનનાં 26 જીલ્લા અતિ સુક્ષ્મ ગ્રેડમાં હતા જે હવે ઘટીને માત્ર 5 થઈ ગયા છે.જયારે આ ગ્રેડમાં ગુજરાતનાં જીલ્લાની સંખ્યા પણ 22 થી ઘટીને 3 ઉપર આવી ગઈ છે.
2021-22 માં પંજાબમાં સૌથી વધુ 18 જીલ્લા (2020-21 માં 19 હતા) અતિ ઉતમ શ્રેણીમાં છે પંજાબે અતિ ઉતમ શ્રેણીમાં ગ્રેડ મેળવવા રાજસ્થાનને પાછળ રાખી દીધુ છે. 2018-19 માં કોરોના પહેલા રાજસ્થાન એકલુ રાજય હતું. જયાંના 3 જીલ્લાનાં ઉત્કર્ષ શ્રેણીમાં સામેલ હતા. જોકે તે સમયે સર્વોચ્ચ ગ્રેડ કોઈને મળ્યો નહોતો.પરંતુ આ વખતે તે ઉત્કર્ષ ગ્રેડ પણ કોઈને મળ્યો નથી.
- Advertisement -
અતિ ઉતમ ગ્રેડમાં ઝડપથી ઘટાડો આવ્યો
2020-21 માં રાજસ્થાનમાં 26, ગુજરાતમાં 22 અને પંજાબમાં 19 જીલ્લા અતિ ઉતમ શ્રેણીમાં હતા.ત્યારબાદ મહામારી શરૂ થઈ ગઈ, લોકડાઉન લાગ્યુ અને શાળા કોલેજો બંધ થઈ ગઈ. બાળકોનું સ્કુલે જવાનું બંધ થઈ ગયુ. લોકડાઉન ખુલ્યુ ત્યારે લર્નીંગ ગેપ ઘણો વધી ગયો હતો.જેને ભરવા ઘણો સમય લાગી રહ્યો છે.