વર્ષ 2019ના અંતમાં ચીનથી સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસે 2020માં વૈશ્વિક આ વાયરસના નવા પ્રકાર (સ્ટ્રેન) સામે આવી રહ્યા છે જેણે દુનિયા સામે ચિંતાની નવી દિવાલો ઉભી કરી દીધી છે.
યુનાઈટેડ કિંગડમ (યુકે)માં સામે આવેલા પહેલાં કેસના મુકાબલે વધુ સંક્રમક સ્ટ્રેને લોકોમાં દહેશત ફેલાવી દીધી છે. આ પછી દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં સામે આવેલા કોરોના સ્ટ્રેન પણ પગ ફેલાવવા લાગ્યો છે. દરમિયાન વૈજ્ઞશનિકોએ કોરોનાના વધુ એક નવા પ્રકારને શોધી કાઢ્યો છે. કોરોનાનો આ નવો સ્ટ્રેન ફિનલેન્ડમાં મળ્યો છે જે દક્ષિણ આફ્રિકી સ્ટ્રેનનું ઉત્પરિવર્તન (મ્યુટેશન) માનવામાં આવી રહ્યું છે. આ સ્ટ્રેન વેક્સિનના પ્રભાવને પણ ઓછો કરી રહ્યો છે.
- Advertisement -
ફિનલેન્ડના વૈજ્ઞાનિકોએ આ નવા સ્ટ્રેનનું અસ્થાઈ નામ ફિન-796 આપ્યું છે અને અત્યાર સુધી આ નવા સ્ટ્રેનનો માત્ર એક જ કેસ સામે આવ્યો છે પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તેઓ એ વાતને લઈને બિલકુલ આશ્ર્વસ્થ નથી કે તે કેટલા મોટાપાયે લોકો વચ્ચે ફેલાઈ રહ્યો છે.
આ સાથે જ નવા સ્ટ્રેનને દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા સ્ટ્રેનના મ્યુટેશનનું સંયોજન માનવામાં આવી રહ્યો છે. ફિનલેન્ડના નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં કોરોનાના ઓછશ સંક્રમણ દરને જોતાં તેના વેરિયેન્ટના ઉભરવાની સંભાવના નહોતી. સ્કેન્ડીનેવિયાઈ દેશમાં કોરોનાના અત્યાર સુધી માત્ર 51,000 કેસ નોંધાયા છે અને 700 લોકોના મોત નિપજ્યા છે.