ખેતી બેન્કની 70મી વાર્ષિક સાધારણ સભામાં કેન્દ્રીય સહકાર મંત્રીનું વર્ચ્યુઅલ સંબોધન
ખેતી બેન્કે સૌ પ્રથમ વખત 20% ડિવિડન્ડ જાહેર કર્યું છે : ડોલર કોટેચા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખેતી બેન્ક (અમદાવાદ કોઓપરેટિવ બેન્ક)ની 70મી વાર્ષિક સાધારણ સભાના વર્ચ્યુઅલ સંબોધનમાં દેશની તમામ કો.ઓપરેટિવ બેન્કોને ટૂંક સમયમાં બેન્કિંગ સેક્ટર સાથે જોડીને પૂર્ણ કક્ષાની બેન્કિંગ કામગીરી કરી શકે તે દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી હોવાનું જણાવ્યું છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સહકારી બેન્કો પણ અન્ય બેન્કો જેવી કામગીરી કરી શકશે. હાલમાં કો. ઓપરેટિવ બેન્કમાં બેન્કને લગતી તમામ કામગીરી થતી નથી. પરંતુ ટૂંકા ગાળામાં આ તમામ બેન્કો પણ બેન્કિંગને લગતા કામ કરી શકે તેવી સુવિધા ઉભી કરાશે. તેમણે કહયું કે 70મી સાધારણ સભા ચાર વર્ષ બાદ બોલાવવામાં આવી છે. ખેતી બેન્કે સૌ પ્રથમ વખત 20 ટકા ડિવિડન્ડ જાહેરકર્યું છે અને ભેટ પણ આપવામાં આવી છે.
રાજ્યમાં ખેતી બેન્કની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા છે અને તેની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં
યોજાઈ હતી.
- Advertisement -
જેમાં ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યના મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સહકારી અગ્રણીઓ ઘનશ્યામભાઈ અમીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.