ઈન્દોરના ખજરાના વિસ્તારમાં, બેંકના ગાર્ડે કૂતરાને ફરવાને લઈને થયેલા વિવાદમાં છત પરથી અનેક રાઉન્ડ ફાયરિંગ કયુ. ફાયરિંગની આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. તે જ સમયે, છ લોકો ઘાયલ થયા છે. ઘટના ના પગલે વિસ્તાર માં દહેશત નો માહોલ છવાઈ ગયો છે.
ઈન્દોર શહેરના ખજરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૂતરાને ફરવા લઈ જવા જેવા નજીવા વિવાદમાં બેંકના ગાર્ડે તાંડવ કયુ. તેણે ટેરેસ પરથી એક પછી એક અનેક રાઉન્ડ ફાયર કર્યા છે. ફાયરિંગની આ ઘટનામાં પાડોશમાં રહેતા બે ના મોત થયા છે. તે જ સમયે, ફાયરિંગની ઘટનામાં છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. ખજરાણા પોલીસે આરોપી ગાર્ડ રાજપાલની ધરપકડ કરી છે. તેની પાસેથી ૧૨ બોરની લાઇસન્સવાળી બંદૂક પણ મળી આવી છે. જેમના મોત થયા છે તે મૃતક રાહત્પલ અને વિમલ સગા ભાઈ–ભાભી છે. બંને પરિવારમાં શોકનો માહોલ છે. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીએમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે ગાર્ડ રાજપાલ રાજાવત સાંજે પાલતુ કૂતરાને લઈ ને ફરતો હતો. આ દરમિયાન બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે આરોપી રાજપાલ રાજાવત તેના ટેરેસ પર ગયો અને લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કરવા લાગ્યો. આરોપીએ અનેક રાઉન્ડ ફાયરિંગ કયુ છે.
મળતી માહિતી મુજબ, મૃતક રાહત્પલ વર્મા અને વિમલ અમ્ચા સબંધમાં ભાઈ–ભાભી છે. વિમલ નિપાનિયામાં સલૂન ધરાવે છે અને તેના લ ૮ વર્ષ પહેલા રાહત્પલની બહેન આરતી સાથે થયા હતા. તેમને બે દીકરીઓ છે. રાહત્પલ લસુડિયા વિસ્તારમાં આવેલી ઓફિસમાં કામ કરે છે.