જયપુરના કલાકારે 11 વર્ષ પહેલાં બનાવેલું પેઇન્ટિંગનું ઉદયપુરમાં પ્રદર્શન
ઉદયપુરમાં ચાલી રહેલા કળા પ્રદર્શન ‘મહાત્મા ગાંધી ધ ટ્રૂ સ્પીરીટ’માં એક પેન્ટિંગ પર વિવાદ ઊભો થયો છે. આ પેન્ટિંગમાં ગાંધીજીની સાથે ગુજરાતના તોફાનોનો ચહેરો ગણાતા અશોક પરમાર સહિતા ચહેરા મૂકાયા છે.
જોકે ફેસ ઓફ ટેરર તરીકે જાણીતા બનેલા અશોક પરમારે ગાંધીજીના ચિત્રમાં તેને જોડવાની બાબતને કોમીસૌહાર્દનુ પ્રતીક ગણાવી કહ્યું હતું કે પેઈન્ટિંગનો હેતુ દેશને ગાંધીજીના અહિંસાનો સંદેશ આપવાનો છે. આ ચિત્રનો વિરોધ કરનારાની હું ટીકા કરુ છુ અને ચિત્ર બનાવનારા આર્ટીસ્ટની સરાહના કરું છું.